Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

આ છે વિશ્વનો સૌથી ઊંચો ડોગ

ટેકસસ, તા.૭: બ્રિટની ડેવિસ નાની હતી ત્‍યારથી જ ગ્રેટ ડેન પ્રજાતિના ડોગીને પાળવાનાં સપનાં જોતી હતી. તેના ભાઈ ગેરેટના સહકર્મચારીએ આ પ્રજાતિનો ડોગી પાળ્‍યો હતો. તેની પાસેથી લઈને ગેરેટે બ્રિટનીને ૮ અઠવાડિયાંનો ઝિયસ ભેટ આપ્‍યો હતો. હાલમાં તેની ઉંમર બે વર્ષ છે. ગ્રે અને બ્રાઉન કલરનો આ ડોગી ઊભો હોય ત્‍યારે એનું કદ ૧.૦૪૬ મીટર (૩ ફુટ ૫.૧૮ ઇંચ) જેટલું થાય છે. વિશ્વમાં જીવિત ડોગીઓમાં સૌથી ઊંચા કદના ડોગીનું માન આ ડોગીને મળ્‍યું છે.
અમેરિકાના ટેક્‍સસમાં બેરફોર્ડમાં બ્રિટની સાથે રહેતો તેનો પાળેલો ડોગી ઝિયસ એનાં પાંચ ભાઈ-બહેનોમાં સૌથી ઊંચું કદ ધરાવે છે. બ્રિટની જણાવે છે કે જયારે આઠ અઠવાડિયાંનો એટલે કે બે મહિનાનો આ ડોગી મળ્‍યો ત્‍યારે તેનું કદ સામાન્‍ય પપી કરતાં સહેજ વધુ હતું. આ પ્રજાતિના ડોગી મૂળભૂત રીતે ડુક્કરના શિકાર માટે જાણીતા છે. બગીમાં બેસીને જતી મહિલાઓના રક્ષણ માટે તેમની સાથે દોડવામાં આ પ્રજાતિના ડોગીનું ઊંચું કદ ઉપયોગી બનતું હતું. જોકે બ્રિટનીના મતે ઝિયસ એકદમ શાંતિપ્રિય ડોગ છે.

 

(11:56 am IST)