Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

રડતાં બાળકોને શાંત રાખવામાં હવે મદદ કરશે 'સ્માર્ટ પારણું'

સ્માર્ટ પારણું બાળકોને ઘણા પ્રકારના નવા અવાજ સંભળાવશે-હલાવશે અને તેમને ટુવાલ સાથે લપેટશે

લંડન તા.૭: હંમેશા રડતાં રહેતાં બાળકોથી માતા-પિતા કંટાળી જતાં હોય છે. હવે રડતાં બાળકોને ચૂપ કરાવવાનું કામ થોડું સરળ બની જશે. આ પારણું બાળકોને ઘણા પ્રકારના નવા અવાજો સંભળાવશે, હલાવશે અને તેમને ટુવાલ સાથે લપેટશે.

બાળકોને ટુવાલ કે કોઇ કપડાંથી ચારેબાજુથી લપેટી દેવાની પાછળ તર્ક એ હોય છે કે બાળકો સારી રીતે સૂઇ શકે. આ પ્રક્રિયાને સ્વેડલ કહેવાય છે. સ્માર્ટ પારણું સ્વેડલ પણ કરશે.

નેધરલેન્ડની યુનિવર્સિટી ઓફ એમ્સટર્ડમના સંશોધકોએ જણાવ્યું કે ઘણું બધુ રડતાં બાળકો ખુદ પર અને પરિવાર પર અસર કરે છે. એક અભ્યાસ મુજબ વધારે રડતાં બાળકનાં માતા-પિતા થાકી જતાં હોય છે અને ડિપ્રેશનનાં લક્ષણોનો અનુભવ કરે છે.

સંશોધકોએ જણાવ્યું કે બાળકો સ્વેડલ કરવા, હલાવવામાં કે વિવિધ અવાજ કાઢવાથી ચૂપ થઇ જતા હોય છે, પરંતુ પરિવારજનો માટે આમ કરવું સતત થકાવનારી પ્રક્રિયા છે. નવી ટેકનિકથી બનાવાયેલું પારણું હવે બાળકોને ચૂપ કરાવી દેશે. સંશોધકોએ જણાવ્યું કે આ પારણું પરિવારજનોની તુલનામાં વધુ સારી રીતે બાળકોને શાંત કરે છે. બાળકોના હૃદયની ગતિ પરિવારજનોના ખોળાથી વધુ આ પારણામાં સામાન્ય ગતિથી ચાલે છે.

(3:27 pm IST)