Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

માનવતાની મહેક હમેશ મહેકતી રહે છે

માનવ સંબંધોને મજબૂત બનાવનારો એક અજબ કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે. સ્કૂલના શિક્ષક ડેવિડ ગ્રીન તેની ૧૬ મહિનાની પુત્રીની બ્લડ કેન્સરની સારવાર કરાવી રહ્યા છે. આ દરમિયાન, ગ્રીનની સિક લીવ પુરી થઇ ગઇ. સારવારમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે ગ્રીનના સહકર્મચારીઓએ ૧૦૦ દિવસની રજાઓ ગ્રીન માટે દાનમાં આપી દીધી.

ગ્રીન અલબામામાં રહે છે, તેની પુત્રી કિન્સલીની દ્યરથી ૧૪૦ કિલોમીટર દૂર સારવાર ચાલી રહી છે. તેથી તેમને તેમની પુત્રી સાથે રહેવાની જરૂર પડી હતી. ગ્રીનની પત્ની, મેગને જણાવ્યું હતું કે, જયારે ખબર પડી કે ગ્રીનના સાથીઓએ તેમની રજાઓ દાન કરી તેના કરતા મોટી વાત અમારા માટે બીજી કોઇ હોઇ ન શકે. જો અમને વધારે દિવસ ન મળ્યા હોત તો અમે માત્ર એક સપ્તાહ રહી શકયાં હોત. હું તે બધાનો તમારો આભાર માનું છું.

(2:36 pm IST)