Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

કોઇ વિરોધ-પ્રદર્શનમાં તમારે ભાગ લેવો છે? તો ઓનલાઇન સર્વિસથી તમારા બદલે બીજાને મોકલી શકાશે

લંડન, તા.૭: આજકાલ વિશ્વભરમાં અન્યાય સામે અવાજ ઉઠાવવા અને સમાજમાં બદલાવ લાવવા માટે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો, રેલીઓ અને સત્યાગ્ર આંદોલન થતાં રહે છે. શું તમને પણ ઇચછા થાય છે કે દુનિયાના કોઇ બીજા છેડે ચાલી રહેલા પ્રોટેસ્ટમાં તમારે પણ સૂર પુરાવવો છે? તો હવે એ થઇ શકે એમ છે. વિસ્ટેન્ડ નામે એક ઓનલાઇન પ્લેટફોર્મ ખૂલ્યું છે જે તમારા વતી બીજા કોઇને વિરોધ-પ્રદર્શનમાં મોકલીને તમારું પ્રતિનિધિત્વ પૂ રું પાડે છે. તમે કોઇ પણ જગ્યાએ, ગમે ત્યારે આ સર્વિસ થકી તમારા વતી કોઇ પ્રતિનિધિને વિરોધ-પ્રદર્શનમાં મોકલી શકો છો. આ સર્વિસ હાલમાં ફ્રાન્સમાં જ ઉપલબ્ધ છે. જોકે એનો વિસ્તાર બીજા દેશોમાં પણ કરવાનું આયોજન કંપનીએ કરી રાખ્યું છે. તમે કોઇ હેતુ માટે કામ કરવા માગતા હોય અને એ મુદા પર લોકોમાં જાગૃતિ આવે એવું ઇચ્છતા હોય તો આ પ્રકારની પ્રવૃતિ કયાં-કયાં થઇ રહી છે એની માહિતી આ ઓનલાઇન પ્લેટફોર્મ પર મળી રહે છે. આ માહિતીના આધારે તમે જે-તે હેતુ માટે થતાં વિરોધ-પ્રદર્શનોમાં તમારો સંદેશ અને સંદેશવાહક પસંદ કરી શકો છો. તમારા વતી એ પ્રોટેસ્ટમાં એક વ્યકિત હાજર રહે છે. આ સર્વિસના બદલામાં તમારે ચોકકસ ડોનેશન ફી આપવાની રહેછે.

(2:36 pm IST)