Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

સીઝનલ એફેકટીવ ડીસઓર્ડર (એસએડી) વિષે જાણવા જેવું શિયાળામાં વધારે થાય છે મુખ્ય કારણ ઓછો સૂર્યપ્રકાશ

શિયાળામાં મહીનાઓ સુધી જાણે બેચેનીનું આવરણ આપણા પર છવાયેલું હોય એવું લાગે છે? જેને તમે દુર પણ ન કરી શકતા હો તેવો અનુભવ થાય છે.

તમે આખી રાતની ઘસઘસાટ ઉંઘ પછી પણ સવારમાં નંખાઇ ગયા હો તેવું લાગે અથવા દિવસો સુધી તમે ગુંચવાએલા અથવા નિરસ હો તેવું લાગ્યા કરતું હોય. તમારા ખોરાકમાં વધારો થઇ ગયો હોય ખાસકરીને જંક ફુડમાં અથવા તમારા રસની ચીજોમાં પણ તમને ઉત્સાહ ન દેખાતો હોય. મનમાં દુખની અથવા લાચારીની ભાવનાઓ જાગતી હોય તો આ બધા લક્ષણો સીઝનલ એફેકટીવ ડીસઓર્ડર અથવા એસએડીના છે. મેરીલેન્ડ યુનિવર્સિટીની સ્કુલ ઓફ મેડીસીનના સાયકીયાટ્રીના પ્રોફેસર ડોકટર ટીઓડોર પોસ્ટોલાચે કહે છે શિયાળાના મહીનાઓમાં એસએડીના ઉપરોકત લક્ષણો ખાસ જોવા મળે છે.

અપવર્ડ સ્પાઇરલઃ યુઝીંગ ન્યુરો સાયન્સ ટુ રીવર્સ ધ કોર્સ ઓફ ડીપ્રેસન ના લેખક અને યુસીએલએના આસી.પ્રોફેસર ડોકટર એલેક્ષ કોર્બ કહે છે કે આ ખાલી મગજમાં નથી થતું પણ એસએડી ચોક્કસ પણે બને છે.

કોર્બ અને પોસ્ટોલાચે બંન્ને કહે છે કે એસએડી થવા માટેના અનેક કારણો છે પણ સુર્યપ્રકાશ તેમાં મુખ્ય ભાગ ભજવે છે. ડો.કોર્બ કહે છે આપણે જાણીએ છીએકે એસએડીનો દર અક્ષાંસના આધારે જુદો જુદો હોય છે એટલે તેનો દર ફલોરીડામાં અલાસ્કા કરતા ઘણો ઓછો હોય છે. પોસ્ટોલાચે કહે છે શીફટ ડયુટી, બીજા ટાઇમ ઝોનમાં મુસાફરી વગેરે તમારા શરીરની નેચરલ રીધમને ખોરવે છે, તેવી જ રીતે શિયાળામાં ઓછો સુર્ય પ્રકાશ પણ શરીરની સુવા-જાગવાની સાયકલ અને આંતરીક ઘડીયાણને ડીસ્ટર્બ કરે છે. તેના કારણે શરીરમાં સેરેટોનીન, ડોપામાઇન અને બીજા ન્યુરો ટ્રાન્સીમીટર જે આપણા મુડને કંટ્રોલ કરવાનું અને આપણી શકિતના લેવલને નિયંત્રીત કરવાનું કામ કરે છે તેનું બેલેન્સ બગડે છે.

એરેગોન સ્ટેટ યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર ડોકટર ડેવીડ કેર કહે છે. આના માટે ફકત સુર્ય પ્રકાશ જ જવાબદાર નથી. ડો.કેરે સુર્ય પ્રકાશ અને એસએડી વચ્ચેની કડી માટે ઘણા રિસર્ચો કર્યા છે.

ડો.કોર્બ કહે છે આના માટે સુર્ય પ્રકાશ ઉપરાંત આપણી જીવન શૈલી પણ એટલીજ જવાબદાર છે. શિયાળામાં આપણે શકિત બચાવવા માટે ઓછી કામગીરી કરતા હોઇએ છીએ. શિયાળા અને ઉનાળામાં આપણી કામ કરવાની અને સુવાની આદતો નથી બદલાતી તે પણ એક કારણ બને છે.

''વીન્ટર બ્લુ'' નામની એસએડી વિષેના પુસ્તકના લેખક અને જયોર્જટાઉન યુનિવર્સિટીના સાઇકીયાટ્રીના કલીનીકલ પ્રોફેસર ડોકટર નોર્મન રોઝનથલ કહે છે કે વારસાગત અને જૈવિક પરિબળો પણ આમાં ભાગ ભજવે છે. આપણે જાણીએ છીએ કે એસએડી આખા કુટુંબને પણ લાગુ પડે છે. સ્ત્રીઓ ખાસ કરીને ગર્ભાવસ્થા ધરાવતી સ્ત્રીઓને એસએડીની અસર વધુ જોવા મળે છે.

ડો.કોર્બ કહે છે આનાથી બચવા માટે મિત્રો સાથે મળીને ગપ્પા મારવા, કસરત કરવી, કુદરત સાથે સમય વિતાવવો વગેરે ફાયદાકારક બને છે. ડો.રોસેનથાલ કહે છે કે એસએડી પેશન્ટ માટે લાઇટ થેરાપી ઉપયોગી નિવડે છે. સુર્યપ્રકાશમાં સવારે ૨૦ થી ૩૦ મીનીટ બેસવાના પરિણામો આશ્ચર્ય કારક હશે.

(ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર)

(2:32 pm IST)