Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

નાઇજીરિયામાં ડાકુઓએ ગામ સળગાવ્યું: ૪૫ મોત

ઘરવખરી - પશુઓની લૂંટ ચલાવી આગ લગાવીઃ અનેક મકાનો રાખ બન્યા

નાઈઝીરિયા તા. ૭  : નાઈઝીરિયામાં સ્થિત બિરિન ગવારીના ગ્વાસ્કા ગામમાં સામુહિક હત્યાની ઘટના બની છે, જેમાં એક સાથે ૪૫ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. ધોળા દિવસે સશસ્ત્ર હુમલાખોરોએ પહેલા તો કેટલાક ઘરોમાં આગચંપી કરી હતી જેથી ગ્રામવાસીઓ ફસાયા હતા અને ત્યારબાદ તેમને મારી નાખવામાં આવ્યા હતા. અવાર- નવાર ત્યાં આવી ઘટનાઓ બનતી હોય છે તેના માટે એક જૂથ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાથી પણ કેટલાક ઈજાગ્રસ્ત થયા હતા.

રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારીની સરકાર આવા હત્યાકાંડને રોકવા માટે સક્ષમ નથી એવી પણ ટીંકા કરવામાં આવી રહી છે. ગયા મહિને બિરિન ગવારી વિસ્તારમાં પણ બંદુકધારીઓ હુમલામાં ૧૪ લોકોની હત્યા કરી હતી.

(3:24 pm IST)