Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

રંગબેરંગી પડદાથી સજાવો તમારૂ ઘર

બધા પોતાના ઘરમાં પડદા લગાવે છે. જેથી તેનું ઘર સુંદર લાગે.  પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે પડદાની મદદથી તમે તેને સજાવવાની સાથે તેમાં સકારાત્મકતા પણ લાવી શકો છો.

જ્યારે પણ તમે ઘરમાં પડદા લગાવો છો તો ધ્યાન રાખો કે, હંમેશા બે પરત વાળા જ પડદાનો ઉપયોગ કરવો. જો તમે બેડરૂમમાં પડદા લગાવી રહ્યા છો, તો રૂમની દિશાનું ધ્યાન રાખવું. જો પૂર્વ દિશામાં રૂમ છે, તો લીલા રંગના પડદા લગાવવા. જ્યારે પશ્વિમ દિશા માટે સફેદ અને ઉત્તર દિશા માટે વાદળી રંંગના પડદા લગાવો.

જ્યારે શૌચાલય અને સ્નાનગૃહ માટે સફેદ અથવા આછા વાદળી રંગના પડદા લગાવવા ઉત્તમ ગણાવવામાં આવે છે. આ ઉપરાંત વાત જો ડ્રોઈંગ રૂમની હોય, તો ત્યાં તમે ક્રીમ, સફેદ અને ભૂરા રંગના પડદા લગાવો. રસોઈ ઘર બધાના ઘરની આત્મા હોય છે. તેના માટે લાલ અને નારંગી પડદા શુભ માનવામાં આવે છે.

(11:45 am IST)