Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ગરમીઓમાં સ્ટાઈલીશ કેપ્રીથી મેળવો કુલ લુક

ગરમીની ઋતુમાં વધારે પડતા લોકો નાના કપડા જ પહેરતા હોય છે. અને જો કયાંય બહાર જવુ હોય તો સ્ટાઈલીશ દેખાવુ પણ જરૂરી હોય છે. મોટા ભાગના લોકો ઉનાળામાં કેપ્રી પહેરવાનું પસંદ કરે છે. હાલ વિવિધ વેરાયટીમાં કેપ્રી બજારમાં  ઉપલબ્ધ છે. જેના કારણે ગરમીની ઋતુમાં પણ તમારો લુક હટકે લાગશે.

ડેનિમ કેપ્રી

ડેનિમ કેપ્રી તમે તમારી કોલેજે પણ પહેરીને જઈ શકો છો અને તમને જીન્સની કમી પણ મહેસૂસ નહીં થાય. ડેનિમ કેપ્રીથી સ્ટાઈલીશ લુશ મળે છે.

કેપ્રી વિથ ઓવર કોટ 

સાદી કેપ્રી ઉપર લાંબો ઓવર કોટ પહેરવાથી અલગ જ લુક મળે છે. આ કેપ્રી પર ઓવર કોટ પહેરી તમે ઓફિસમાં પણ તમારો લુક શાનદાર બનાવી શકો છો.

પ્રિન્ટેડ કેપ્રી

બજારમાં અલગ-અલગ ડિઝાઈનની વિવિધ પ્રિન્ટેડ કેપ્રીઓ બજારમાં ઉપલબ્ધ છે. આ કેપ્રીનું કાપડ નરમ હોવાથી પહેરવાની મજા આવે છે અને પ્રિન્ટના કારણે કુલ લુક મળે છે.

સિમ્પલ કેપ્રી

સિમ્પલ કેપ્રી તમે દરરોજ ઘરે પહેરી શકો છો. તેના પર સિમ્પલ ટી-શર્ટ પહેરવાથી સુંદર લુક મળે છે અને હળવાશ અનુભવાય છે. આ પ્રકારની ગુલાબી, બ્લુ, અને લાલ રંગ પ્લેન કેપ્રી ખૂબ જ સુંદર લાગે છે.

(11:45 am IST)