Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

અનોખો ઘડિયાળ... સ્વિટ્જરલેંડમાં આવેલ આ ઘડિયાળમાં ક્યારે પણ 12 નથી વાગતા

નવી દિલ્હી: આપણે સહુ કોઈ જાણીએ છીએ કે 12 વાગતાની સાથે દિવસમાં બદલાવ આવે છે રાતે 12 વાગતા બીજા દિવસની સવાર થઇ જતી હોય છે તેમજ દિવસના 12 વાગતા બપોર જેવું લાગવા લાગે છે દરેક ઘડિયાળમાં 12 વાગતા હોય છે પરંતુ આજે આપણે એક એવી ઘડિયાળ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં કયારે પણ 12 નથી વાગતા.

             મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્વિત્ઝરલેન્ડમાં સોલોથોર્ન શહેરમાં એક એવી ઘડિયાળ છે કે જ્યાં ક્યારે પણ 12 નથી વાગતા ઘડિયાળમાં માત્ર 11 કાંટા હોય છે શહેરના લોકોને 11 નંબરથી ખુબજ પ્રેમ હોવાના કારણોસર અહીંયાની ઘડિયાળમાં ક્યારે પણ 12નથી વાગતા.

(6:38 pm IST)