Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ફ્રાંસથી સિગારેટ લેવા સ્પેન જતા આ શખ્સને પોલીએ આ રીતે ઝડપી પાડ્યો: ફટકાર્યો દસ હજારનો દંડ

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે માત્ર ભારતમાં નહીં પરંતુ અન્ય દેશોમાં પણ લોકડાઉન છે. લોકડાઉન હોય તેવી જગ્યામાં ફ્રાંસનો પણ સમાવેશ થાય છે. હવે સ્વાભાવિક વાત છે કે લોકડાઉન હોય એટલે સિગારેટ જેવી વસ્તુઓ તો મળવાની નથી. તેમાં એક વ્યક્તિને સિગારેટની તલબ એવી લાગી કે તેણે ફ્રાંસથી સ્પેન સુધી ચાલતી પકડી. ફ્રાંસથી નીકળી પડેલી વ્યક્તિને ફ્રેન્ચ માઉન્ટેન પોલીસએ હેલીકોપ્ટરની મદદથી પકડ્યો અને તેની પાસેથી લોકડાઉન તોડવા બદલ 11,000નો દંડ પણ વસુલ્યો.

(6:36 pm IST)