Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

કોરોના વાયરસ સામે લડવા એપ્પલ કંપની ગેજેટ બનાવવાની જગ્યાએ કરી રહી છે માસ્કનું ઉત્પાદન

નવી દિલ્હી: કોરોના વાયરસને પહોંચી વળવા માટે દરેક દેશ પ્રયત્ને કરી રહ્યા છે. ત્યારે વિશ્વની જાણીતી કંપનીઓ તેમજ ઉદ્યોગપતિઓ પણ તેમાં જોડાયા છે. જેમાં ફોર્ડ જેવી કંપનીઓને પણ ટ્રમ્પે મેડિકલ ઈક્વિપમેન્ટ બનાવવા કહી દીધું છે ત્યારે એપલ કંપની સ્વાસ્થ્ય કર્મીઓ માટે સ્પેશિયલ માસ્ક બનાવી રહી છે.

                 ઉદ્યોગ ક્ષેત્રમાં દિગ્ગજ કંપની એપલે કહ્યું છે કે તે કોરોના વાયરસ સામે લડવા દિવસ રાત એક કરી સ્વાસ્થ્યકર્મીઓ માટે ફેસ શીલ્ડ(માસ્ક)નું ઉત્પાદન કરી રહી છેએપલના સીઈઓ ટિમ કુકે ટ્વીટ કરી આની જાણકારી આપી હતી.કુકે કહ્યું હતું કે કંપની વિશ્વમાંથી 2 કરોડ માસ્ક ખરીદ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતુ કે ' અઠવાડિયાના અંત સુધી 10 લાખ માસ્ક બનાવવાની અમારી યોજના છે. ' શરુઆતમાં અમે તેનું વિતરણ અમેરિકામાં કરીશું. બહું જલ્દી બીજા દેશોમાં પણ તેનું વિતરણ કરવામાં આવશે.

(6:35 pm IST)