Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

કોરોના વાયરસના પગલે જેરુસલેમના પવિત્ર કબરવાળા ચર્ચને 700 વર્ષ પછી બંધ કરવામાં આવ્યું

નવી દિલ્હી: કોરોના વાયરસને કારણે જેરુસલેમના પવિત્ર કબરવાળા ચર્ચને 700 વર્ષ બાદ બંધ કરવામાં આવ્યું છેમાનવામાં આવી રહ્યું છે કે ઈસુ ખિસ્તને અહીં સુળીએ ચઢાવવામાં આવ્યા હતા. તેમજ તેમના પાર્થિવ દેહને અહીં દફનાવવામાં આવ્યા હતા.

                   કારણે પવિત્ર સ્થળ સાથે ઘણી માન્યતા છે. પહેલા ચર્ચને 1349માં બંધ કરવામાં આવ્યું હતુ. જ્યારે યુરોપમાં બ્લેક પ્લેગ ફેલાયો હતો. કોરોના વાયરસને વધતા કહેરે રોકવા માટે દુનિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે દુનિયાના મંદિર- મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. મક્કા મદિનાની હજયાત્રા પણ વર્ષે રદ્દ કરવામાં આવી છે.

(6:34 pm IST)