Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

અમેરિકામાં કોરોનાની બીજી રસીનું માણસો પર ટેસ્ટ શરૂ થયા હોવાના સમાચાર આવતા લોકોએ રાહત અનુભવી

નવી દિલ્હી: દુનિયામાં કોરોના વાયરસનો હાહાકાર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે અવસાન પામતા લોકોની સંખ્યા 75 હજારને પાર જતી રહી છે. જ્યારે લાકાહો લોકો કોરોના વાયરસથી પીડાઈ રહ્યા છે. એવામાં વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસની રસી શોધવા માટે દિવસ રાત મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે ઈનોવિયો ફાર્માસ્યુટિકલ દ્વારા તૈયાર કરવામાં આવેલ વેક્સિનને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે.

                  સોમવારે ઈનોવિયો ફાર્માસ્યુટિકલ દ્વારા તૈયાર કરવામાં આવેલ રસીનું માણસોમાં પરીક્ષણ શરુ કરી દેવામાં આવ્યું હતું. અમેરિકામાં બીજી કંપની છે જેને માણસો પર પરીક્ષણની મંજુરી આપવામાં આવી છે. પહેલાં માર્ચ મહિનામાં એક કંપની દ્વારા માણસો પર ટેસ્ટ શરુ કરવામાં આવ્યા હતા.ઈનોવિયો ફાર્માસ્યુટિકલએ લખ્યું છે કે ટેસ્ટમાં જો સકારાત્મક પરિણામો જોવા મળશે તો વર્ષ 2020ના અંત સુધી 10 લાખ ડોઝ તૈયાર કરી દેવામાં આવશે. અને તરત વેક્સિનનો ઉપયોગ શરુ કરી શકાશે.

(6:33 pm IST)