Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

કચરો નાખવા જવા માટે ગાઉન પહેરીને નીકળે છે આ સુંદરીઓ

ન્યુયોર્ક તા. ૭ : કોરોનાને કારણે ઘરમાં કેદ થયેલા લોકો નવરાશના સમયમાં આનંદ મેળવવા માટે જ કંઇ ગતકડાં કરી રહ્યાં છે એ વિશે સાંભ્ળીને ભલભલાના ચહેરા પર હાસ્ય આવી જાય એમ છે. થોડા દિવસ પહેલાં અમેરિકાની વર્ક ફ્રોમ હોય કરતી હતી તો હવે ઓસ્ટ્રેલિયાના કવીન્સલેન્ડમાં ડેનિયલ નામનાં બહને કચરાપેટીને બહાર મુકવા જવાની ક્રિયાને ઇન્ટરેસ્ટિંગ બનાવી દીધી છે. કોઇ પણ કામ માટે ઘરની બહાર નીકળવાનું નથી થતું, પરંતુ કચરો નાખવા માટે તો સૌએ બહાર આવવું જ પડે છે.આ ઓપોર્ચ્યુનિટીનો લાભ લઇને ડેનિયલ બહેને બહેને પોતાની એક-બે  એવી તસવીરો સોશ્યલ મીડિયા પર મુકી કે જાણે તેઓ કોઇ બોલડાન્સ માટેની પાર્ટીમાં જવા તૈયાર થયા હોય એમ તૈયાર થઇને બિન-બોકસને બહાર મુકવા જાય છે. આ જોઇને બીજી પણ કેટલીક કન્યાઓને એનુ અનુસરણ કરવાનું મન થયું અને તેમણે પણ સોશ્યલ મીડીયા પર ગાઉન પહેરીને કચરો ફેંકવા જતા ફોટોગ્રાફસ અપલોડ કરવાનું શરૂ કરી દીધું છે. બસ, હવે આ નવો સોશ્યલ મીડિયા ટ્રેન્ડ બની રહ્યો છે.

(3:28 pm IST)