Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

ચણાનો લોટ છે ત્વચા માટે ફાયદાકારક, જાણો તેના ફાયદાઓ

ચણાનો લોટ ફકત ભોજનને જ સ્વાદિષ્ટ નથી બનાવતું પણ આના સૌન્દર્ય સાથે લાભ પણ જોડાયેલ છે. આને બેસન પણ કહેવામાં આવે છે. તમે આનાથી સુંદરતા પણ વધારી શકો છો.

જો તમારી ત્વચા તૈલીય હોય તો એક મોટી ચમચી ગુલાબજળ અને  ચપટી હળદરમાં અડધું લીંબુ નાખીને આ લેપ ચહેરા પર લગાવવો. આ લેપને વીસ મિનીટ સુધી રાખવો. ત્યારબાદ ફેસ ધોઈ લેવું.

 ચણાના લોટથી ચહેરાને સુંદર બનાવવો એ કોઈ નવી વાત નથી. કારણકે પ્રાચીન કાળથી લોકો આનો ઉપયોગ કરતા આવ્યા છે અને ખરેખર આનાથી ફાયદો પણ થાય છે. આને ફેસ પર લગાવવાથી ચહેરાની માટી અને ઓઈલી સ્કીન દુર કરી શકાય છે.

 બેસનને પિમ્પલ પર લગાવવાથી તે દુર થાય છે. આના માટે બેસન, ચંદનનો પાવડર, હળદર અને દૂધ મેળવીને ચહેરા પર ૨૦ મીનીટ સુધી રાખો. આને અઠવાડિયામાં ૩ વાર ચોક્કસ લગાવવું. આમ કરવાથી એકને પિમ્પલ દુર થશે. ઉપરાંત ખીલને કારણે થયેલ કાળા દાગ-ધબ્બા દુર થઈ સ્કીન ગોરી બનશે.

 ૨ ચમચી બેસનમાં ૧ ચમચી સરસવનું તેલ અને થોડું દૂધ નાખીને પેસ્ટ બનાવી લો. આને શરીરમાં લગાવો. આમ કરવાથી ત્વચા ગોરી અને મુલાયમ બનશે.

 એક વાટકીમાં બે ચમચી બેસન કાઢી તેમાં એક ચપટી હળદર, લીંબુનો રસ અને દહીં નાખીને એક પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. જ્યારે ફેસ પર આ માસ્ક સુકાય એટલે  તેને ધોઈ લો. આ પ્રક્રિયાને થોડા દિવસો સુધી વારંવાર કરો. આનાથી ફેસનો ટેન્ટ દુર થશે.

 જો તમારી સ્કીન ડ્રાય હોય તો બેસનની સાથે દૂધની મલાઈ અને ચપટી હળદર નાખીને પેસ્ટ બનાવી લો. આનાથી સુકી ત્વચા દુર થશે.

 ફેસ પર અનવોન્ટેડ હેઈર હોય તો પણ બેસનથી દુર થાય છે. આના માટે બેસન, ચપટી હળદર અને લીંબુનો રસ નાખી ફેસ પર લગાવવું. ત્યારબાદ ફેસને વોશ નહિં કરવું પણ હાથોથી ઘસીને ચણાનો લોટ કાઢવો. જેથી ફેસ પર રહેલા વાળ ખરી જશે, દુર થશે.

(9:45 am IST)