Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

જાણો, જમીન પર સુવાના ફાયદાઓ

આજના યુગ પ્રમાણે લોકોની લાઈફસ્ટાઈલ પણ બદલતી રહે છે. આજના મોર્ડન જનરેશનમાં મોટા ભાગે લોકો બેડ કે પલંગ પર જ સુવાનું પસંદ કરતા હોય છે. જોકે, કમ્ફર્ટેબલ બેટમાં સુવાનો આનંદ કઈક અલગ જ હોય છે. અપાણે દરરોજ બેડ પર સુતા હોઈએ એટલે અમુક સમયે આપણને જમીન પર સુવાનું કહેવામાં આછે તો થોડું અજીબ લાગે એ સ્વાભાવિક છે. જો તમારે ફીટ અને હલ્ધી રહેવું હોય તો નિયમિત રીતે જમીન પર સુવવું. અમે તમને જમીન પર સુવાના મિરેકલ ફાયદા જણાવશું એટલે તમે દરરોજ જમીન પર સુવાનો અગ્રહ રાખશો.

કમરમાં દુઃખાવો

આજકાલની રોજીંદી લાઈફસ્ટાઈલમાં કામરનો દુઃખાવો એ નોર્મલ વાત છે. જમીન પર સુવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારો કમરનો દુઃખાવો છુ મંતર થઈ જશે. જ્યારે તમે જમીન પર સુવો છો ત્યારે તમારા કરોડરજ્જુના હાડકાઓ સીધી દિશામાં હોય છે, જેથી કમરનો દુઃખાવો ટળે છે આવું હેલ્થ નિષ્ણાતોનું માનવું છે. આ દર્દથી મુકિત મેળવવાનો આ સારો રસ્તો છે.

લોહીનું અવરજવર

વધારે માનસિક ટેન્શનથી શરીરમાં લોહિનું સંચાર બંધ થઈ જાય છે, જનાથી તમને ચક્કર આવવા લાગે છે. તેથી જમીન પર સુવો કારણકે આનાથી લોહિનુંસંચાર થશે અને મગજમાં પણ લોહિનું યોગ્ય આદાનપ્રદાન થાય છે. યોગ્ય રીતે સુવાથી ઘણા પ્રકારની બીમારીઓ દુર થાય છે. આ ઉપરાંત જો આપણે સ્ટ્રેટ થઈને સુઈએ તો હાઈટ પણ વધારી શકીએ છીએ.

શરીર ફીટ રહે છે

જ્યારે તમે ગાદલામાં સુતા હોવ છો ત્યારે તમે તકિયાનો ઉપયોગ કરો છો, જે ગર્દન માટે ઠીક નથી. જમીન પર સુવાથી તમારા શોલ્ડર સ્ટ્રેટ અને બોડી ફીટ રહેશે. તમને આમાં આરામ મળશે અને તમારૂ ટેન્શન પણ દુર થશે.

ઉપર જણાવવામાં આવેલ ટીપ્સને અજમાવતા તમે પોતાને રીફ્રેશ મહેસુસ કરશો.

(9:45 am IST)