Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

પાકિસ્તાનમાં હાજીફ સઈદની ધરપકડ પર રોક લગાવવામાં આવી

નવી દિલ્હી: પાકિસ્તાનના લાહોરમાં એક ઉચ્ચ ન્યાયાલયે આજ રોજ કેન્દ્ર અને પંજાબ પ્રાંતની સરકારોને આવતા આદેશ સુધી જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાજીફ સઈદની ધરપકડ અથવા નજર રાખવા પર રોક લગાવી દીધી છે. હાજીફ સઈદ મુંબઈમાં થયેલ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સઈદે સંભવિત ધરપકડની વિરુદ્ધ 23 જાન્યુઆરીના રોજ અરજી દાખલ કરી હતી જેમાં તેને જણાવ્યું હતું કે સરકાર અમેરિકા અને ભારતના દબાવમાં આવીને તેની ધરપકડ કરવા ઈચ્છે છે.

(7:52 pm IST)