Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2024

બ્રિટનના કિંગને લઈને કરવામાં આવેલ 'જીવિત નોસ્ત્રાદમસ'નીભવિષ્યવાણી કંઈક આ રીતે થઇ સાબિત

નવી દિલ્હી: ભવિષ્ય જોવાનો દાવો કરનાર બ્રાઝિલના એથોસ સાલોમને તેની આગાહીઓ માટે જીવંત નોસ્ત્રાદમસ કહેવામાં આવે છે. તેણે બ્રિટનના કિંગ ચાર્લ્સ ત્રીજા વિશે એક આગાહી કરી હતી. જે અંગે લોકોનું કહેવું છે કે આ વાત સાચી પડી છે. તેણે કહ્યું હતું કે બ્રિટનના કિંગ ચાર્લ્સની તબિયત સારી નથી. તેઓએ તેમના સ્વાસ્થ્યનું બમણું ધ્યાન રાખવાની જરૂર છે. તેમના દ્વારા કરવામાં આવેલા ઘણા દાવાઓ પણ સાચા નીકળ્યા છે. આમાં ગયા વર્ષે રાણી એલિઝાબેથ દ્વિતીયના મૃત્યુથી લઈને એલોન મસ્કના ટ્વિટરની દરેક બાબતોનો સમાવેશ થાય છે. કિંગ ચાર્લ્સને ગયા અઠવાડિયે લંડનની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અહીં તેની સારવાર ચાલી રહી હતી. બકિંગહામ પેલેસે પાંચમી ફેબ્રુઆરીએ જાહેરાત કરી કે કિંગ એક પ્રકારના કેન્સરથી પીડિત છે અને તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. લંડનમાં બકિંગહામ પેલેસ એ બ્રિટનના શાહી પરિવારનું સત્તાવાર નિવાસસ્થાન છે. 75 વર્ષના બ્રિટનના કિંગના કેન્સરના પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ એવું જાણવા મળ્યું છે કે તેઓ તેમની સારવાર વિશે સંપૂર્ણ રીતે હકારાત્મક છે. એક ઈન્ટરવ્યુમાં સાલોમે કહ્યું કે કિંગનું હોસ્પિટલમાં દાખલ થવું દર્શાવે છે કે તેની આગાહી સાચી પડી છે. સાલોમે કિંગના સ્વાસ્થ્ય વિશે તાજેતરમાં જ નહીં પરંતુ અગાઉથી જાણ કરી હતી. તેમણે રાજ્યાભિષેક સમયે કહ્યું હતું કે કિંગેને તેમના સ્વાસ્થ્યનું બમણું ધ્યાન રાખવાની જરૂર છે.

 

 

(6:22 pm IST)