Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2024

આ કંપની પોતાના કર્મચારીઓને બાળકો પેદા કરવા પર આપે છે લાખો રૂપિયા

નવી દિલ્હી: વિશ્વના ઘણા એવા દેશો છે,જ્યાં બાળક પેદા કરવાના પણ પૈસા મળે છે. ત્યારે એક કંપની છે જે પોતાના કર્મચારીઓને નોકરીમાં બોનસ તો આપી રહી છે પરંતૂ કામ  કરવા માટે નહીં પણ બાળક પેદા કરવા માટે. સાઉથ કોરિયાની એક કંપનીના કર્મચારીઓને બાળક પૈદા કરવા માટે બોનસ આપી રહી છે. જ્યારે પણ કોઈ કર્મચારીનું બાળક થશે, ત્યારે તેને 100 મિલિયન કોરિયન વોન ($75,000 અથવા આશરે રૂ. 62.23 લાખ) કંપની આપશે. સિયોલ સ્થિત કન્સ્ટ્રક્શન કંપની બૂયંગ ગ્રુપે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઓફર પુરુષો અને મહિલાઓ બંને માટે છે. કંપની 2021 પછી 70 બાળકોને જન્મ આપનારા કર્મચારીઓને કુલ 7 બિલિયન વન ($5.25 મિલિયન અથવા અંદાજે ₹43 કરોડ) ચૂકવવા જઈ રહી છે. આ ઓફર તમને અજીબ લાગી શકે છે, પરંતુ દક્ષિણ કોરિયા માટે તે ખતરાની ઘંટડી સમાન છે. કંપનીના ચેરમેન લી જુંગ-કિયુનના જણાવ્યા અનુસાર, આ રકમ કર્મચારીઓને બાળકોના ઉછેરમાં મદદ કરશે. ત્રણ બાળકો ધરાવતા કર્મચારીઓને રોકડ અથવા ઘરેમાંથી કોઇ એક વસ્તુ લઇ જવાનો વિકલ્પ પણ મળશે. જો સરકાર બાંધકામ માટે જમીન આપે તો કંપની ત્રણ બાળકો ધરાવતા કર્મચારીઓને રેન્ટલ હાઉસિંગ આપવા પણ તૈયાર છે. નહિંતર, તેને 2.25 લાખ યુએસ ડોલર (લગભગ 1.86 કરોડ રૂપિયા) રોકડમાં આપવામાં આવશે. બૂયાંગ ગ્રૂપ ઉપરાંત અન્ય ઘણી કંપનીઓ પણ બાળક થવા પર ઘણા ફાયદાઓ આપી રહી છે. દક્ષિણ કોરિયાની સરકારે પણ કેટલીક યોજનાઓ શરૂ કરી છે.

 

(6:21 pm IST)