Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ચીન કરી રહ્યું છે એન્ટાર્કટિકામાં રિસર્ચ સેન્ટર બનાવવાની તૈયારી

નવી દિલ્હી: ચીનની નજર હવે એન્ટાર્કટિકા પર છે. જ્યાં તે ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ચીન પોતાના સ્પેસ મિશન માટે એવું સેન્ટર બનાવવા માંગે છે કે જ્યાંથી સેટેલાઇટ પર નજર રાખવી સરળ હોય. અમેરિકા અને સોવિયેત સંઘ પછી ચીન ત્રીજો દેશ બની ગયો છે જેણે પોતાના લોકોને અવકાશમાં મોકલ્યા છે. એન્ટાર્કટિકામાં જે ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાનું ચીન વિચારી રહ્યું છે તેનાથી સમુદ્ર પર નજર રાખવા માટે તેના સેટેલાઇટના નેટવર્કને સપોર્ટ મળશે. ચીને સતત વધતા ગ્લોબલ ગ્રાઉન્ડ સ્ટેશન, ઘણા બધા સેટેલાઇટ અને સ્પેસ મિશનોથી સમગ્ર વિશ્વ પરેશાન છે. કારણકે ભારત, અમેરિકા જેવા અનેક દેશોેને લાગે છે કે ચીન આ સેટેલાઇટથી જાસૂસી કરે છે. વર્ષ ૨૦૨૦માં ચીનના સ્પેસક્રાફટ અને તેના ડેટાને ટ્રાંસમિટ કરવા માટે સ્વીડનની સ્પેસ કંપનીએ પોતાના ગ્રાઉન્ડ સ્ટેશનમાંથી મદદ કરી હતી.પરંતુ હવે સ્વીડને ચીનની સાથે પોતાનું કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યુ નથી કારણકે ભૌગોલિક-રાજનીતિન્ કારણે સ્વીડને ચીનની સાથે કામ કરવાનો ઇનકાર કર્યો છે કારણકે તેને પણ ડર છે કે ચીન તેનો લાભ ઉઠાવશે.

(11:32 pm IST)