Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

કેનેડાના વેપારીએ પ કરોડ રૂપિયામાં આગ લગાવી દીધી

જયારે કોઇ કોઇનો હાથ પકડે છે તો તેની ખુશીનો ખ્યાલ રાખવાનો વાયદો કરે છે. જીવનભર તેના દરેક કદમનો સાથી બનવાનો વાયદો કરે છે પણ જયારે સાથી થી મન નથી મળતુ તો ફરી સમય આવી જાય છે એને છોડવાનો એનાથી તલાક લેવાનો. આ દરમ્યાન ફરી એકબીજાને નીચા દેખાડવા માટે એને હેરાન કરવા માટે નબળી હરકતો કરે છે.

આવો જ એક મામલો કેનેડાથી સામે આવ્યો છે જયા એક વેપારીએ કંઇક આવુ કર્યુ છે જેને તમે અને હુ વિચારી પણ નથી શકતા. એક વેપારી પોતાની પત્નીથી અલગ થઇ રહ્યો હતો એને પત્નીને પૈસા આપવાના હતા જેથી તે બાળકોની દેખભાળ કરી શકે પણ વેપારીએ પૈસા આપવાના બદલે ૧ મિલીયન ડોલર યાની ભારતીય કરંસીમા પ કરોડ રૂપિયાને આગ લગાવી દીધી.

વેપારીનુ નામ બ્રુસ મેકકોવિલ છે એને આ હરકત માટે એક મહિનો જેલમાં મોકલવામા આવ્યો છે. મીડિયા રીર્પોટસ મુજબ બ્રુસના ૬ બેંક એકાઉન્ટ હતા. એણે બેંકથી પ કરોડ રૂપિયા કાઢયા અને આગ લગાડી દીધી. બ્રુસએ કોર્ટમા જજ સમક્ષ ગુનો કબુલ કર્યો

(10:55 pm IST)