Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

મોઝામ્બિકમાં માણિકની એક ખાણમાં ભુસખ્લન:11 લોકોના મૃત્યુ

નવી દિલ્હી:પૂર્વી આફ્રિકી દેશ મોઝામ્બિકના કાબો ડેલગાડૉ પ્રાંતમાં માણિકની એક ખાણમાં ભૂસખલનના કારણોસર 11 અવૈધ ખનીકોના મૃત્યુ નિપજ્યા છે.મોઝામ્બિકના ખનન મંત્રાલયના મહાનિરીક્ષક ઓબેટે મૈટીને ગુરુવારના રોજ આ વાતની જાણકારી સંવાદદાતા સંમેલનમાં આપી છે.

               મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ મૃત્યુ અલગ અલગ દિવસે થયા હતા.બુધવારના રોજ આંઠ લોકોના મૃત્યુ નિપજ્યા હતા  તેમજ આ પહેલા ચાર ફેબ્રુઆરીના રોજ પ્રથમ શખ્સનું મૃત્યુ નીપજ્યું હતું અને પાંચના રોજ સવારના બે લોકો મોતને ભેટ્યા હતા. મૃત્તકલોકો વધારે પડતા નામપુલ પ્રાંતના રહેવાસી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:32 pm IST)