Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જાપાનમાં રોબોટે લાઈવ મ્યુજિક ઓરક્રેસ્ટાનું સંચાલન કરતા કુતુહલ મચી જવા પામી

નવી દિલ્હી:પોડિયમ પરના કંડકટર પાસે બેટન (છડી) અથવા ટેલકોટ અથવા મ્યુઝીકલ સ્કોર નથી અને છતાં એન્ડ્રોઈડ ઓલ્ટરડ ઓરકેસ્ટ્રા વગાડનારાને માર્ગદર્શન આપે છે. આ દ્રશ્યમાં ભારે કુતુહલ જગાવ્યું હતું. ઓરકેસ્ટ્રાના ક્નડકટર રોબોનો ચહેરો, હાથ અને હાથનો નીચેનો ભાગ માણસ જેવા છે. ક્નડકટરની અદાથી તે ફરતો ઉછળતો રહી ફરતો રહે છે. શાહજાહમાં કૈનચિરો શિબુયાના ઓપેરા 'સ્કેરી બ્યુટી' લાઈવ પર્ફોમન્સ દરમિયાન આ દ્દશ્ય જોવા મળ્યું હતું.

                        જાપાનના કમ્પોઝર શિબુયા માટે આપણા રોજબરોજના જીવનમાં રોબોની ભૂમિકા વધતી રહી છે પણ આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ માણસના અનુભવ, અનુભૂતિમાં કેટલો ઉમેરો કરી શકે છે એ નકકી કરવાનું કામ આપણું છે, પણ માણસ અને એન્ડ્રોઈડસ ભેગા મળી કલાનું સર્જન કરે છે એ ચોકકસ છે.

(6:28 pm IST)