Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

સાઇકલ ચોરાઇ જતાં માલિકે કાર વાપરવી પડી એટલે કોર્ટે ચોર સામે ઇકોર્લોજિકલ ક્રાઇમ નોંધ્યો

લંડન,તા.૭: ૧.૧૪ કરોડની વસ્તી ધરાવતા બેલ્જિયમમાં ૯૦ ટકા લોકો પર્યાવરણના રક્ષણ અને આરોગ્ય જાળવવા માટે સાઇકલ ચલાવે છે. મોટરકાર જેવાં વાહનોને કારણે ફેલાતા પ્રદૂષણ પ્રત્યે સ્થાનિક લોકોમાં દ્યણી જાગૃતિ છે. બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ૨૦૧૮ના ઓકટોબરમાં સાઇકલની ચોરીના ગુનામાં એક ચોરને આશ્ચર્યજનક સજાનું ફરમાન અદાલતે કર્યું હતું. અદાલતે સાઇકલની ચોરીને ઇકોલોજિકલ ક્રાઈમ ગણીને ચોરને ત્રણ વર્ષની કેદની સજાનો આદેશ આપ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે 'સાઇકલ ચોરાઈ જતાં મારે મોટરકાર ચલાવવાની ફરજ પડી હતી અને એને કારણે વાયુ પ્રદૂષણ વધ્યું હતું. ૧૯૯૫થી ૨૦૧૯ સુધીના સમયગાળામાં ૪૪ વખત આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને ચોરીના આવા અનેક કેસમાં ૧૨ વર્ષની સજા ભોગવી ચૂકયો છે છતાં તેણે સાઇકલ ચોરવાનો ધંધો છોડ્યો નહોતો. આ વખતે તેને પર્યાવરણના નામે ગુનો નોંધીને સજા કરવાના અદાલતના પગલાથી આશ્ચર્ય ફેલાયું હતું. યુનિવર્સિટી ઓફ એકસેટરના પ્રોફેસર કેટારેયોના મેક્કિનોને જણાવ્યું હતું કે ચોરને સજા કરવી ઉચિત છે, પરંતુ પર્યાવરણનો હવાલો આપવો યોગ્ય નથી.

(11:25 am IST)