Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

દુબઇમાં ૧૧ મહિનાના ભારતીય બાળકને ૭.૧૦ કરોડની લોટરી લાગી

દુબઇ,તા.૭: દુબઈમાં ડ્યુટી ફી પ્રમોશન્સના ભાગરૂપે યોજાતી લોટરી-રેફલમાં મૂળ કેરળના પરિવારના ૧૧ મહિનાના મોહમ્મદ સલાહને ૧ મિલ્યન ડોલર (અંદાજે ૭.૧૦ કરોડ રૂપિયા)ની લોટરી લાગી હતી. મોહમ્મદ સલાહ ૧૩ ફેબ્રુઆરીએ એક વર્ષનો થશે. આ બાળકના પપ્પા રમીસ રહેમાન ૬ વર્ષથી દુબઈમાં રહે છે. તેમણે દીકરાના નામે લોટરીની ટિકિટ લીધા પછી તેમને આ 'ઇપ્પર ફાડ કે' ઇનામ લાગ્યું છે. ઇનામની રકમનું શું કરવું એ હજી સુધી રમીસ રહેમાને નક્કી કર્યું નથી. આ વખતે ડ્યુટી ક્રી પ્રમોશનની લોટરીના અન્ય વિજેતાઓમાં મૂળ ઈરાનનાં અને દુબઈમાં ફેમિલી બિઝનેસ ચલાવતાં ૩૩ વર્ષનાં મહિલા શાઘાયેઘ અત્ત્।ારઝાદેહને મર્સિડીઝ બેન્ઝ કાર મળી છે.

(11:25 am IST)