Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ઘાસમાં ચાલવાના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ

 ઘાસ પર ચાલો તો તેના અનેક નાના-મોટા ફાયદાઓ છે. રોજ ઘાસમાં વોકિંગ કરો અને રહો તરોતાજા. કદાચ જ એવા કોઈ લોકો હશે જેમને ઘાસ પર ચાલવાના ફાયદાઓ ખબર નહિં હોય.

. જે લોકોને હેલ્ધી, યંગ અને તેજસ્વી દેખાવવું હોય તેમને દરરોજ ઓછામાં આછુ ૧૦ મિનીટ સુધી ઘાસ પર ચાલવું જોઈએ. કહેવાય છે કે જે  લોકો દરરોજ સવારે વોકિંગ માટે ઘાસમાં ચાલે છે તે સામાન્ય માણસ કરતા વધારે  આયુષ્ય મેળવે છે.

. ઘાસ પર ચાલવાથી આપણા પગનો સીધો સંપર્ક જમીન સાથે થાય છે, જેનાથી એકયુપ્રેશરના માધ્યમે બોડીના અંગોની એકસરસાઈઝ થાય છે અને ઘણી બીમારીઓ થી છુટકારો મળે છે.

. ઘાસ પર વોક કરવાથી શરીરમાં કુદરતી ઊર્જા બની રહે છે. આનાથી શરીરા અંગો વધારે સક્રિય (એકટીવ) , નમણા અને ઉપયોગી બને છે.

. ઘાસમાં ચાલવાથી પગની એડીનો દુખાવો, હાઈપરટેન્શન, સાંધાનો દુખાવો, સ્ટ્રેસ, અનિન્દ્રા અને સંબંધિત સમસ્યાઓ દુર થાય છે.

. ઝાકળ યુકત ઘાસ પર ચાલવાથી શરીરમાં એન્ડોરફીંસ ફેલાય છે, જે આપણી તાજગી અને પ્રસન્નતાને ટકાવી રાખવા મદદ કરે છે ઉપરાંત ઘાસ પર વોક કરવાથી લોહી પતલુ બને છે.

. ડાયાબિટીસ વાળા લોકોને હરિયાળી વચ્ચે બેસવું, ફૂલોનો સ્પર્શ કરવો અને તેને જોવા સારૂ માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દી હરિયાળીની વચ્ચે રહીને નિયમિત ઊંડો શ્વાસ લેવાથી શરીરમાં ઓકિસજનની પૂર્તિ થવાથી આરામ મળે છે.

(9:51 am IST)