News of Wednesday, 7th February 2018

રસ્તા પર દારૂના નશામાં હતી યુવતી, યુવકે ઉઠાવ્યો ગેરફાયદો!

નશામાં બેભાન થયેલી મહિલાનો વિડિયો વાઇરલ

ન્યૂયોર્ક તા. ૭ : યુટ્યુબ પર એક વીડિયો વાઈરલ થયો છે જેમાં એક વ્યકિત રોડ પર નશાની હાલતમાં પડેલી યુવતીને જોઈને રોડ ઉપર જ તેને કિસ કરવા લાગ્યો. આ સમયે રોડ પર જઈ રહેલા લોકો સમગ્ર ઘટનાને જોઈ રહ્યા પરંતુ કોઈ યુવતીની મદદે ન આવ્યું.

લાસ વેગાસની એક સ્ટ્રીટની આ ફૂટેજ સામે આવી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૧૫ હજારથી વધુ વખત જોવાઈ ચૂકયો છે. જેમાં જોઈ શકાય છે કે એક અજાણી મહિલાને એક યુવક રોડ પર જ કિસ કરવા લાગે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતીની નજીકમાં એક દારૂની બોટલ પડેલી છે. તે બંને એક બીજાને ઓળખે છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. તેમજ આ ઘટના કંઈ જગ્યાએ અને કયારે બની તેની પણ કોઈ માહિતી સામે આવી નથી.

વીડિયોમાં યુવક દારૂના નશામાં પડેલી યુવતીને સતત કિસ કરતો રહે છે. રાહદારીઓ ઊભા રહીને હસી રહ્યા છે. યુવતીની મદદ કરવા માટે કોઈ આગળ આવતું નથી. થોડા સમય બાદ યુવક યુવતીની ઉપર સૂઈ જઈ પોતાની અશ્લિલ હરકતો ચાલુ જ રાખે છે.(૨૧.૧૦)

(10:24 am IST)
  • બેંગ્લુરૂમાં પણ વરસાદી ઝાપટાની આગાહી access_time 6:00 pm IST

  • રાજસ્થાન હાઇકોર્ટે ફિલ્મ 'પદ્મવત'ને આપ્યું ગ્રીન સિગ્નલ : રાજ્ય સરકારને ફિલ્મ રીલીઝ કરાવવા માટે આપ્યો આદેશ. access_time 11:33 pm IST

  • સુપ્રીમ કોર્ટે ગોવાની તમામ ૮૮ લોખંડની ખાણોના ખોદકામના લાયસન્સ રદ કર્યા : કોર્ટે રાજ્યને નવી ખોદકામ નીતિ હેઠળ ખાણોની ફાળવણી કરવા અને પર્યાવરણીય મંજૂરી લાવ્યા બાદ બીજીવાર ખોદકામ શરૂ કરવા જણાવ્યું : કોર્ટ અનુસાર, આ બધી ખાણોમાંથી માત્ર ૧૫ માર્ચ સુધી જ ખોદકામ કરી શકાશે access_time 3:30 pm IST