Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

વોશિંગટનમાં હિંસક વિરોધ પ્રદર્શનમાં ચાર લોકોના મૃત્યુ

નવી દિલ્હી:વોશિંગટન ડીસીમાં યુએસ કૈપિટલની અંદર થયેલ હિંસક વિરોધ પ્રદર્શનમાં લગભગ ચાર લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યુંછે તેમજ અંદાજે 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક મહિલાની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી હતી જયારે અન્ય ત્રણ લોકોની મૃત્યુ અંગે કોઈ સ્પષ્ટ વાત જાહેર કરવામાં આવી નથી. પીડિતોને લઈને પણ હજુ સુધી કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં જ તેમને મૃત ઘોષિત કરવામાં આવી હતી. સ્થાનિક સમયાનુસાર રાત્રે 9 વાગ્યાને 30 મિનિટની આસપાસ પોલીસે કુલ 52 લોકોની ધરપકડ કરી હતી.

(5:30 pm IST)