Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ચીનની રાજધાની બીજિંગમાં ઠંડીએ 5 દશકાનો રેકોર્ડ તોડી દીધો

નવી દિલ્હી:ચીનની રાજધાની બીજિંગમાં ઠંડીના કારણોસર સવારના સમયે ન્યુનતમ તાપમાન શૂન્યથી 19.6 ડિગ્રી સેલ્સિયસ નીચે ચાલ્યું ગયું છે. વર્ષ 1966 પછી પ્રથમવાર આટલી ઠંડી સવાર થઇ હોવાનું માલુમ પડી રહ્યું છે. બીજિંગ નગર નિગમના જણાવ્યા અનુસાર બુધવારના રોજ સવારના સમયે જાન્યુઆરીનું સૌથી ઓછું તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે બુધવારથી ઠંડો પવન ચાલી રહ્યો હતો જેના કારણોસર તાપમાન સાવ નીચે ગબડી ગયું હતું.

        વાતાવરણ વિભાગે ચાર સ્તરીય પૂર્વાનુમાન પ્રણાલી હેઠળ શહેર માટે બ્લુ એલર્ટ જાહેર કરી દીધું છે. બીજિંગના ડેકસીંગ જિલ્લામાં રાષ્ટ્રીય મોસમ વિજ્ઞાન  કેન્દ્ર નાનીજાઓ સ્ટેશનની શરૂઆત 1912માં થઇ હતી.

(5:30 pm IST)