Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

દુબઈમાં હોટલમાંથી ચેકઆઉટ કરતી વેળાએ ઇઝરાયલ પ્રવાસીઓની બેગ ચેક કરવામાં આવે છે....

નવી દિલ્હી: હોટેલોમાંથી સામાન ચોરવાની વાત અનેક વાર સામે આવી ચૂકી છે. પરંતુ ચોરી કરવા માટે જ હોટેલમાં જવું કે પ્રવાસ કરવો એવું ભાગ્યે જ જાણવા મળે. આવી જ વાત ઇઝરાયલના પ્રવાસીઓમાં જોવા મળી છે. ઇઝરાયલના સ્થાનિક મીડિયામાંથી જાણવા મળ્યું છે કે હોટેલોમાંથી ઈઝરાયલી પ્રવાસીઓ દ્વારા ચોરીની ફરિયાદ એવા સમયે સામે આવી છે કે જ્યારે થોડા સમય પહેલા યુએઈ માટે ફલાઈટ શરૂ કરવામાં આવી હતી.

             બુર્જખલીફાની એક હોટેલના મેનેજરનું કહેવું હતું કે અમારે ત્યાં દુનિયાભરના પ્રવાસીઓ આવે છે પરંતુ કેટલાક અમારા માટે મુશ્કેલી ઉભી કરે છે. આ પહેલા વસ્તુ ચોરી થવાના મામલા સામે આવતા નહોતા. જ્યારે તાજેતરમાં અમે જોયું છે કે ઇઝરાયલથી આવતા પ્રવાસીઓ હોટેલમાં આવે છે અને બેગ ભરીને સામાન લઈ જાય છે. જેમાં ટુવાલ, ચા કોફીના મગ અને લેમ્પનો સમાવેશ થાય છે. એક વખત એક ઇઝરાયલી પરિવાર અમારી હોટેલમાં આવ્યો હતી. તેના બે બાળકો હતા. અમને જાણવા મળ્યું કે અમારા રૂમમાંથી કેટલોક સામાન ગાયબ છે. જ્યારે અમારા સ્ટાફે તેને પૂછ્યું તો એ અમારી સાથે જ ઝગડો કરવા લાગ્યા. જ્યારે અમે તેનું બેગ ચેક કર્યું તો તેમાંથી આઈસ સ્ટ્રે, હેંગર અને નેપકીન નીકળ્યા. અમે પોલીસને વાત કરવાનું કહ્યું તો તેમને માફી માગી અને સામાન પરત કર્યો.

(5:29 pm IST)