Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઓએમજી......અમેરિકાના ફ્લોરિડાની અજીબોગરીબ ઘટના: હોટલના સ્વિમિંગ પુલમાં કાર ઘુસી ગઈ

નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડામાં એક ગજબનો બનાવ બન્યો છે. જ્યાં આવેલી એક હોટેલના સ્વિમિંગ પૂલમાં એક કાર ઘૂસી ગઇ હતી. ફ્લોરિડાની હોલિડ ઇન નામની હોટેલમાં ઘટના બની છે. વેસ્ટ પાલ્મ બીચ પોલીસના જણાવ્યા પ્રમાણે હોટેલની રેલિંગ તોડીને એક કાર સીધી સ્વિમિંગ પૂલમાં ખાબકી હતી. ઘટના બાદ તરત કારનો ડ્રાઇવર ભાગી ગયો હતો. હાલમાં પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. સૌથી મોટા સવાલ છે કે કાર આવી રીતે હોટેલમાં કેમ ઘૂસી. હોટેલ રોડથી ઘણી દૂર પણ છે. કારની અંદર બે વ્યક્તિ હતા તેવી માહિતિ પણ સામે આવી છે.

(6:35 pm IST)