Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ચીનમાં ચમત્કારઃ ૨૦ મિનિટ સુધી ત્રણ સૂર્ય દેખાયા

૨૦ મિનિટ સુધી દેખાયો આવો અદભૂત નજારો

બીજીંગ, તા.૭: આખી દુનિયા જયારે નવા વર્ષની તૈયારીમાં લાગેલું હતું ત્યારે ચીનના લોકો કુદરતી ઘટનાના સાક્ષી બનીને સ્તબ્ધ થઇ ગયા હતા. ચીનના ઉત્ત્।રપૂર્વમાં આવેલા જિલિન પ્રાંતના ફુયુ શહેરમાં ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ના રોજ એક સાથે ત્રણ સૂરજ દેખાયા હતા. તેને જોઇએ લોકોએ કહ્યું કે આ કોઇ ચમત્કારથી કમ નથી. પરંતુ એખ વૈજ્ઞાનિક ઘટના છે જે એક ખાસ પરિસ્થિતિમાં થાય છે. આવો જાણીએ ત્રણ સૂરજ દેખાવા પાછળનું શું કારણ છે?

૩૧મી ડિસેમ્બર ૨૦૧૯નારોજ સવારે લોકો નવા વર્ષના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા હતા. સવારે કંઇક વધુ જ રોશની દેખાવા લાગી હતી. જયારે લોકો ઘરથી બહાર નીકળ્યા તો તેમને આકાશમાં ત્રણ-ત્રણ સૂરજ દેખાઇ રહ્યા હતા. ત્યારબાદ રસ્તા પર લોકોની ભીડ જામી ગઇ. લોકો દ્યરમાંથી બહાર નીકળીને તેની તસવીરો લઇ રહ્યા હતા.

ચીનના ઉત્તરપૂર્વમાં આવેલા જિલિન પ્રાંતના ફુયુ શહેરમાં જે ત્રણ સૂરજ એકસાથે દેખાયા હતા તેમાંથી બે અડધા દેખાતા હતા. જયારે વચ્ચે આખો સૂરજ હતો. વચ્ચે વાળા સૂરજની ચારેય બાજુ બાકી બે અડધા સૂરજના લીધે ઉલટું ઇન્દ્રધનુષ બનતું દેખાઇ રહ્યું હતું.

મુખ્ય સૂરજની સાથે દેખાઇ રહેલા બાકીના બે અડધા સૂર્ય અંદાજે ૨૦ મિનિટ સુધી આકાશમાં રહ્યા પછી ગાયબ થઇ ગયા. તેની સાથે જ મુખ્ય સૂર્ય ઉપર બનેલ ઉલટું ઇન્દ્રધનુષ પણ ગાયબ થઇ ગયું. વૈજ્ઞાનિક ભાષામાં તેને સનડોગ કહેવાય છે.સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સનડોગ બને છે જયારે સૂરજ આકાશમાં ખૂબ નીચેની તરફ દેખાય છે. આ ઘટના જયારે આકાશમાં ખૂબ જ વાદળો હોય અથવા તો બરફના કણ તરી રહ્યા હોય. આ કણો સાથે જયારે સૂરજની રોશની ટકરાય છે તો તમને ત્રણ-ત્રણ સૂરજ દેખાય છે. સાથો સાથ તેની ઉપર ઉલટું ઇન્દ્રધનુષ બને છે.

(4:01 pm IST)