Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

હવે ફિનલેંડમાં લોકો દરરોજ ફકત છ કલાક જ કામ કરશે, સપ્તાહમાં મળશે ત્રણ દિવસની રજા

લોકો પોતાના પરિવાર સાથે વધારેમાં વધારે સમય પસાર કરી શકશે

નવી દિલ્હી, તા.૭: ફિનલેન્ડના વડાંપ્રધાન સના મરીને એક નવો કાયદો રજૂ કર્યો છે. આ કાયદા અનુસાર હવે લોકો સપ્તાહમાં ફકત ચાર દિવસ કામ કરશે અને આ ચાર દિવસ પણ તેમને છ કલાક કામ કરવાનું રહેશે. સાથે જ લોકોને ત્રણ દિવસની રજા પણ મળશે. સૌથી નાની ઉંમરના વડાપ્રધાન સના મરીને કહ્યું છે કે આવું કરવાથી લોકો પોતાના પરિવાર સાથે વધારેમાં વધારે સમય પસાર કરી શકશે.

ડેઈલી મેઈલના અહેવાલ પ્રમાણે સનાએ કહ્યું છે કે મને લાગે છે કે લોકોને પોતાના પરિવાર, મિત્રો અને પોતાના શોખ કે જીવનના લક્ષ્યાંક જેમ કે સાંસ્કૃતિક કાર્યો માટે વધારે સમય મળવો જોઈએ. આ આપણા કામકાજના જીવન કરતા અલગ પગલું હોઈ શકે છે.

વડાપ્રધાન સના મરી દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવનો હેતું કર્મચારીઓની ઉત્પાદકતામાં સુધારો કરવાનો છે. સનાએ જયારે આ પ્રસ્તાવ મૂકયો ત્યારે ડાબેરી ગઠબંધનના નેતા અને શિક્ષા મંત્રી લી એન્ડરસને તેમના પગલાંની પ્રશંસા કરી હતી. સનાએ કહ્યું છે કે આ જરૂરી છે કે ફિનલેન્ડના લોકોને ઓછું કામ કરવાની મંજૂરી આપવામાં આવે. તેનાથી લોકોને મદદ મળશે અને અમે મતદાતાઓને આપવામાં આવેલા વચનોને પૂરા કરી શકીશું.

સામાન્ય રીતે ફિનલેન્ડમાં લોકો સ્તાહના પાંચ દિવસ, આઠ કલાક કામ કરે છે. જયારે તેના પાડોશી દેશ સ્વીડનમાં ૨૦૧૫થી  છ કલાક કામ કરવાની પોલીસી બનાવવામાં આવી હતી. તેના કારણે ત્યાંના કર્મચારીઓમાં હકારાત્મક ફેરફાર જોવા મળ્યો હતો. થોડા સમય અગાઉ માઈક્રોસોફટે જાપાન અને યુકેની એક કંપની પોર્ટકુલિસ લીગલે પણ સપ્તાહમાં ત્રણ દિવસની રજાની પોલીસી બનાવી હતી. ત્યારબાદ ત્યાંના કર્મચારીઓમાં પણ હકારાત્કમ પરિવર્તન જોવા મળ્યું હતું અને કામની ગુણવત્તામાં પણ વૃદ્ઘિ થઈ હતી.

(11:35 am IST)