Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

બ્રિટનનો વિચિત્ર કિસ્સો: 21 વર્ષ પછી પિતાની સામે આવી બાળકની હકીકત

 નવી દિલ્હી:બ્રિટનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કરોડપતિ બિઝનેસમેનને 21 વર્ષ બાદ માલુમ પડ્યુ કે તે જે ત્રણ પુત્રોને પોતાની સંતાન સમજતો રહ્યો, વાસ્તવમાં તે તેના સંતાનો નથી. શરૂઆતમાં તો બર્મિંઘમની ફેમિલી કોર્ટને રિચર્ડ મેસન નામના આ વ્યક્તિની વાત પર વિશ્વાસ નહોતો પરંતુ જ્યારે ડૉક્ટરનો રિપોર્ટ જોયો ત્યારે જજ સાહેબ પણ ચોંકી ગયા. જે બિઝનેસમેન સાથે છેતરપિંડી થઈ તે કોઈ સાધારણ વ્યક્તિ નહિ પરંતુ મની સુપર માર્કેટ ડૉક્ટર કામના ફાઉન્ડર છે. 55 વર્ષના આ વ્યક્તિની કહાની સાંભળીને અદાલતને પણ ખૂબ અફસોસ થયો. છેવટે કોર્ટે રિચર્ડની પૂર્વ પત્ની પર મોટો દંડ ફટકાર્યો. કોર્ટે પૂર્વ પત્નીને આદેશ આપ્યા છે કે તે રિચર્ડને 22 કરોડ રૂપિયા આપે.

(6:43 pm IST)