Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

પગના સોજા દૂર કરશે આ ચમત્કારી નુસ્ખો

આપણે જોઈએ છીએ કે મોટાભાગે લોકોને પગમાં સોજા આવી જાય છે. જેને કારણે ખૂબ તકલીફ થાય છે. સોજો થવગા પાછડ અનેક કારણ હોય છે. જેમ કે અનેકવાર ઝડપથી ચાલતા પગ મચકાઈ જાય છે કે પછી કોઈ બીમારીના કારણે પણ આવુ થઈ શકે છે. અનેકવાર ગર્ભાવસ્થામાં પણ આ પરેશાની થઈ જાય છે. પણ તેનાથી મુકિત મેળવવા માટે તમે આ ઉપયોગ અપનાવી શકો છો.

 સોજાવાળા સ્થાન પર સૌ પહેલા બરફ ઘસો. પણ બરફ ડાયરેકટ સોજા પર ન રગડશો. તે માટે એક કપડા પર બરફના ટુકડા બાંધી લો અને દુખાવા વાળા સ્થાન પર લગાવો આવુ ઓછામાં ઓછુ ૫થી૧૦ મિનિટ સુધી કરો.

 જે પગ પર સોજો હોય તેને સૂતા કે પછી બેઠા બેઠા તકિયના ઉપર રાખો. પગ ઉપર ઉઠાવવાથી સોજાવાળા સ્થાન પર લોહી જમા નહિ થાય. તેમના પર ભાર પણ નહિં પડે. જે કારણે સોજો ઓછો થવા માંડશે.

 હળદર તમારા સોજા અને તેનાથી થનારા દુખાવાથી છુટકારો અપાવવામાં  અસરદાર છે. આ માટે બે ચમચી હળદરમાં એક ચમચી નારિયળનુ તેલ મિકસ કરીને પેસ્ટ બનાવી લો અને સોજાવાળા સ્થાન પર લગાવો. જ્યારે આ સૂકાય જાય ત્યારે તેને ગરમ પાણીથી ધોઈ લો. દરરોજ બે થી ત્રણવાર આવુ કરવાથી તમને દુખાવો અને સોજામાં રાહત મળશે. આ એક ચમત્કારિક નુસ્ખો છે.

(10:02 am IST)
  • કાશ્મીરમાં બરફવર્ષા વચ્ચે બે દિવસ બાદ શ્રીનગર-જમ્મુ રાજમાર્ગ ખુલ્યો ;એકતરફી વાહનવ્યવહાર માટે રસ્તો ખોલ્યો : રેલવેના પાટા પર ચિક્કાર બરફ વચ્ચે દોડી ટ્રેન :કાશ્મીરમાં કેટલાય ફૂટ બરફ ખાબકતા મોટાભાગના રસ્તાઓ બંધ :બરફવર્ષાને કારણે માર્ગોમાં લપસણું હોવાને કારણે મુસાફરીમાં લાગે છે ડબલ ટાઈમ access_time 1:14 am IST

  • પશ્ચિમ ; બંગાળના ભાજપ અધ્યક્ષનો યુ-ટર્ન :દિલિપ ઘોષે કહ્યું કે તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીની વડાપ્રધાન બનવાની સંભાવના વાળી ટિપ્પણી મજાકમાં કરી હતી :વિપક્ષ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આ નિવેદન ટીએમસી અને ભગવાદળ વચ્ચે થયેલી ગુપ્ત સમજૂતી દર્શાવે છે :ટીએમસી પ્રમુખને જન્મદિનની શુભકામના આપતા દિલીપ ઘોષે કહ્યું હતું કે બેનર્જીને ફિટ રહેવાની જરૂર છે કારણ કે હાલમાં એકમાત્ર એવી બંગાળી છે જેની પાસે પહેલા બંગાળી વડાપ્રધાન બનવાની તક છે access_time 12:49 am IST

  • પોરબંદરના એમ.જી. રોડ ઉપર પેટ્રોલ પમ્પમાં લૂંટના ઇરાદે ૩ અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ access_time 1:52 pm IST