Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

એક નહિં પાંચ પ્રકારનું હોય છે મીઠું, જાણો સ્વાસ્થ્ય માટે કયું છે બેસ્ટ

મીઠું હજાર ભોજનનો એક મહત્વનો ભાગ હોય છે કારણકે તેના વગર ભોજન સ્વાદિષ્ટ નથી બનતું. ફકત ટેસ્ટ નહિં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ મીઠાનું સેવન જરૂરી હોય છે. મોટાભાગે રસોઈમાં સફેદ પદાર્થને આપણે મીઠું કહીએ છીએ, પરંતુ મીઠું પણ ઘણાં પ્રકારના હોય છે અને તે બધાથી તમને અલગ-અલગ ફાયદો મળે છે. જોકે મીઠું તમને ફાયદાની જગ્યા પર નુકસાન પણ પહોચાડી શકે છે જ્યારે તમે જરૂરીયાતથી વધુ તેનો ઉપયોગ કરો છો ત્યારે તમને નુકસાન પણ પહોચાડી શકે છે, તો આવો જોઈએ મીઠું કેટલા પ્રકારના હોય છે.

દિવસમાં કેટલું મીઠું ખાઓ

ડબ્લ્યૂએચઓ WHOના અનુસાર, એક દિવસમાં પાંચ ગ્રામથી વધું મીઠાનું સેવન કરવું નહિં, વધુ સેવન મોટાપા, ચહેરા પર કરચલી, કેન્સર, કિડનીમાં પથરી, તનાવ, હૃદયની બીમારી પણ થઈ શકે છે એટલા માટે નિયમિત પ્રમાણમાં જ મીઠાનું સેવન કરવું યોગ્ય રહશે.

 મીઠાના પાંચ પ્રકાર અને ફાયદા સાદુ મીઠું-આયોડીનનો સારો સ્ત્રોત

બજારમાં પેકેટના રૂપમાં મળતું મીઠું દરેક ઘરમાં ઉપયોગ થાય છે. સાદુ  મીઠું આયોડીનનું પણ એક સારૂ સ્ત્રોત છે. જેનાથી થાઈરોડ થવાની સંભાવના ઘણી હદ સુધી વધી જાય છે.

સેંધા મીઠું-પાચન તંત્રને રાખે યોગ્ય

સેંધા મીઠુંાને વિશેષ રૂપથી વ્રતમાં ખાવામાં આવે છે. આર્યુર્વેદમાં આ મીઠુંને સૌથી સારૂ માનવામાં આવે છે. તેમાં ઘણાં પ્રકારના ખનીજ આવેલા હોય છે જે પાચન તંત્રને તંદુરસ્ત બનાવે છે. તે સિવાય કોલેસ્ટોલ, તનાવ, સાઈનસ તેમજ અસ્થમા વગેરેને પણ કંટ્રોલ કરે છે.

કાળુ મીઠું-એશિડિટીથી રાહત

ભાજનમાં કટલાક લોકો કાળું મીઠુંનો પણ વધું પ્રયોગ કરે છે. તેમાં સોડિયમ કલોરાઈટ, સોડિયામ સલ્ફેટ, આયર્ન સલ્ફાઈડ, હાઈડ્રોજન સલ્ફાઈડ ભરપૂર પ્રમાણમાં હોય છે. આયર્ન સલ્ફાઈઢના કારણે તેનો ઘાટો રગિંણી કલર દેખાય છે અને સલ્ફરના કારણે તેનો સ્વાદ અલગ હો છે. આયુર્વેદિકના અનુસાર તેને ઠંડી તાસીરનો મસાલો માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી ખાવાનું    યોગ્ય રીતે પચી જાય છે.

સી-સોલ્ટ-વજન કંટ્રોલ

તેને સમુદ્રી મીઠું કહેવામાં આવે છે. આ સીધું સમુદ્રના પાણીથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ રોજ નથી કરવામાં આવતો. સી સોલ્ટ ઈમ્યુન સિસ્ટમને મજબૂત, હૃદયને તંદુરસ્ત, હાડકાંને મજબૂત બનાવવા, પાંચ તંત્રને યોગ્ય બનાવવું અને ડાયાબિટીસને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તેમાં એલ્યૂમીનિયમ સિલિકેટ અને પોટેશિયમ આયોડેટ જેવા હાનિકારક રસાયણ હોય છે. આ બંને રસાયણોના સ્વાસ્થ્ય પર હાનિકારક પ્રભાવ પડે છે એટલા માટે કેટલાક દેશોમાં સમુદ્રી મીઠું પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ આ સોલ્ટને તમે બ્યૂટી મચાટે ઉપયોગ કરી શકો છો. વજન કંટ્રોલ રાખવા ઈચ્છો છો તો આ મીઠું તમારા માટે બેસ્ટ છે. જેથી આ મીઠાનું સેવન કરવાથી તમારૂ વજન ઓછું થાય છે.

પિંક સોલ્ટ-થાક દૂર કરો

પિંક સોલ્ટના હિમાલયન મીઠું કહેવામાં આવે છે. તેને એક તંદુરસ્ત મીઠુંના રૂપમાં માનવામાં આવે છે. આ મીઠુંમાં સામેલ આયનૂના કારણે તેનો રંગ ગુલાબી છે. તેમાં ૯૨ ટકા ખનીજ હોય છે જે સ્નાયુઓમાં પીએચ સ્તરને મજબૂત બનાવવાનું કામ કરે છે. હિમાલયન મીઠું આયોડીનના સાથે આયર્નનું પણ સારૂ સ્ત્રોત માનવામાં આવે છે. દિવસભરના થાકને દૂર કરવા માટે ગરમ પાણીમાં મીઠું ઉમેરી અને તે પાણીથી સ્નાન કરો. તેમજ દિવસભરનો થાક દૂર કરવા માટે તેનો ઉપયોગ કરો.

(10:01 am IST)
  • જામનગર:મૃતકના નામે કરારથી કરોડોની જમીન હડપવાનું કૌભાંડ :મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી છે જગ્યા હડપવા રચાયો હતો કારસો :૫ શખ્સો સામે સીટી-એ ડીવીઝનમાં ગુન્હો દાખલ access_time 10:46 pm IST

  • કોંગ્રેસના નેતાએ નીતિન ગડકરીને પૂછ્યું શું આપ રાફેલ ડીલ મામલે રાહુલ ગાંધી સાથે સહમત છો ?: કોંગ્રેસ નેતા આશિષ દેશમુખે કહ્યું કે ગડકરીએ તાજેતરમાં કોંગ્રેસના દિગ્ગ્જ નેતા અને પૂર્વ વડાપ્રધાન નહેરુ અને ઇન્દિરા ગાંધીના વખાણ તેની વિચારધારા અને નેતૃત્વના ગુણ માટે કરી છે ત્યારે હવે શું તેઓ રાફેલ મામલે રાહુલ ગાંધી સાથે સહમત થશે ખરા ? access_time 1:05 am IST

  • દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ખંભાળિયા નજીક ખંભાળીયા જામનગર હાઇવે પર આરાધના ધામ પાસે બે ઇકો કાર વચ્ચે અકસ્માતમાં 10 જેટલા લોકોને ઈજા થતા 108 દ્વારા ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાતમામ ઇજાગ્રસ્તો ને ખંભાળિયા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ જામનગર રીફર કરાયા છે. access_time 2:44 pm IST