Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સાઇબેરીયન યાકુતિયાના વાતાવરણનો પારો ખુબજ નીચે ગગડતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન કલાસ શરૂ કરી દેવાની નોબત આવી

નવી દિલ્હી: રશિયાના સાઇબેરિયામાં યાકુટિયાના બરફીલા સંસારમાં જીવન કોઇ મથામણથી ઓછું નથી પણ અહીંની 500 લોકોની વસતીએ બરફમાં જીવવાના રસ્તા શોધી લીધા છે. સ્કૂલ સ્ટુડન્ટ્સ માટે ઓનલાઇન સ્ટડીના નિયમ-કાયદા પણ અનોખા છે. યાકુટિયાના ઓમ્યાકોનમાં હાલ 107 સ્કૂલ સ્ટુડન્ટ છે. શિયાળામાં સેકન્ડરી સુધીનાં બાળકોએ પારો માઇનસ 55 ડિગ્રી સે. સુધી ન ગગડે ત્યાં સુધી સ્કૂલે જવું પડે છે. પ્રાઇમરી સ્કૂલનાં 7થી 11 વર્ષ સુધીનાં બાળકોએ પારો માઇનસ 45 ડિગ્રી સે. સુધી ન ગગડે ત્યાં સુધી સ્કૂલે જવાનો નિયમ છે. ઓમ્યાકોનમાં શુક્રવારે પારો 60 ડિગ્રી સે. થતાં જ વિશ્વની આ સૌથી ઠંડી સ્કૂલમાં રજા જાહેર કરી દેવાઇ. હવે બાળકોના ઓનલાઇન ક્લાસીસ ઝૂમ પર શરૂ થયા છે. ઓમ્યાકોનમાં એક જ સ્કૂલ છે, જે 1932માં શરૂ થઇ હતી. આ સ્કૂલ સિમેન્ટથી નહીં પણ લાકડાની બનેલી છે.

 

(5:44 pm IST)