Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

મેક્સિકોમાં બસ દુર્ઘટનામાં 13 લોકોના મોત: 50 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:  મુસાફરોથી ભરેલી બસ મેક્સિકોના ચિહુઆહુ પ્રાંતમાં પુલના બીમ સાથે ટકરાઈ, જેમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત નીપજ્યાં અને 50 અન્ય ઘાયલ થયા.એડીએન 40 પ્રસારણકર્તાના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ડેલીકિયસ-સસિલો હાઇવે પર બની હતી. સ્થાનિક મીડિયાના વિવિધ અહેવાલો અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે કે પુલના બીમને ટક્કર મારતાં બસ પલટી ગઈ હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરો ગંભીર રીતે ઘવાયા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે 10 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે 32 લોકો હોસ્પિટલમાં દાખલ હતા. જે બાદ હોસ્પિટલમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં.મેક્સિકોમાં દર વર્ષે લગભગ ચાર લાખ માર્ગ અકસ્માત થાય છે જેમાં આશરે 16,000 લોકો મરે છે.

(5:36 pm IST)