Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

અફઘાનિસ્તાનમાં ત્રણ આંતકવાદીઓને ઠાર કરી 10 જવાનો શહીદ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કંદૂજ પ્રાંતના ઇમામ સાહિબ જિલ્લામાં થયેલા અથડામણમાં 10 પોલીસકર્મીઓ અને ત્રણ તાલિબાન આતંકવાદીઓ માર્યા ગયા હતા.ટોલો ન્યુઝે કુન્દુ પ્રાંતના કાઉન્સિલ સભ્ય ખલુદ્દીન હકીમીને ટાંકીને જણાવ્યું છે કે આ અથડામણ ત્યારે શરૂ થઈ હતી જ્યારે તાલિબાન આતંકવાદીઓના જૂથે ઇમામ સાહિબ જિલ્લાના જોઇ બેગમ અને કિર્ગીઝ ગામોમાં પોલીસ ચેક પોસ્ટ્સ પર હુમલો કર્યો હતો.સુરક્ષા દળોએ આ વિસ્તારમાંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. આતંકવાદી જૂથ તાલિબાન દ્વારા આ ઘટના અંગે હજી પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

(5:35 pm IST)
  • કોંગ્રેસના મહિલા નેતા શર્મિષ્ઠા મુખરજીએ હૈદરાબાદ ખાતે ૪ બળાત્કારીઓના એનકાઉન્ટર અંગે પ્રશ્ન ઉઠાવતા કહ્યું છે કે આ બનાવની તપાસ થવી જોઈએ. દેશ આખામાં તેલંગણા પોલીસ ઉપર પ્રશંસા વર્ષા થઇ રહી છે ત્યારે મહિલા નેતાના ઉચ્ચારણોથી ભારે નારાજગી સર્જાય છે. access_time 12:54 pm IST

  • રાત્રે 11-40 કલાકે ઉન્નાવ ગેંગરેપ પીડીતાએ અંતિમ શ્વાસ લીધા:પીડિતા દેશની રાજધાની દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ખુબ જ નાજુક સ્થિતિમાં વેન્ટિલેટર પર હતી : ડોક્ટરોએ હરસંભવઃ કોશિશ કરી પરંતુ નિષ્ફ્ળ રહ્યાં : રાત્રે 8-30 બાદ પીડિતાની સ્થિતિ ખુબ જ ખરાબ બની હતી:હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું આજે એન્કાઉન્ટર થયું જયારે ઉન્નાવ ગેંગરેપ પીડિતાને અપરાધીઓએ સળગાવી નાખી હતી : 20 વર્ષીય પીડિતાને લખનૌ હોસ્પિટલમાંથી ગ્રીન કોરિડોર બનાવી દિલ્હીમાં સારવાર માટે લવાઈ હતી access_time 1:09 am IST

  • પોરબંદરમાં સાંજે વાદળી વરસી ગઇ : પોરબંદરઃ આજે ૬ વાગ્યા બાદ એક વાદળી વરસી ગયેલ અને માત્ર રોડ ભીના થયેલ હતા. શહેરમાં સવારથી ધાબળીયું વાતાવરણ છે. access_time 8:23 pm IST