Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

એક ડોગીએ એક સાથે ૨૧ ગલૂડિયાંને જન્મ આપ્યો

લંડન,તા.૬: એક બ્રિટિશ ડોગીએ એકસાથે ૨૧ પપીને કુદરતી રીતે જન્મ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ સરજયો છે. ગ્રેટ ડોન અને અમેરિકન બુલડોગના ક્રોસબ્રીડની મેરી જેને એકસાથે અસાધારણ બ્રીડનાં ૨૧ પપીને જન્મ આપતાં એમજેના હુલામણા નામે ઓળખાતી મેરી જેનના માલિક જેન હાઇનને સુખદ આંચકો લાગ્યો હતો.

ડોકટરોએ શરૂઆતમાં એમજેને ૬થી ૮ પપી થવાની ધારણા વ્યકત કરી હતી. જોકે પપીના જન્મનો સમય નજીક આવ્યો એ સમયે કરાયેલા સ્કેનમાં એમજેના ગર્ભમાં આઠ કરતાં વધુ પપી હોવાની શકયતા જણાઈ હતી.

ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં અત્યારે સૌથી વધુ પપીને જન્મ આપનાર ડોગી તરીકે ૨૦૦૪માં ૨૪ પપીને જન્મ આપનારી કેમ્બ્રિજશરની ટિયા નામની નેપોલિયન મેસ્ટિફ બ્રીડની ડોગીનું નામ નોંધાયેલું છે. જોકે એ સિઝેરિયનથી થયાં હતાં. એમજેને કુદરતી રીતે ડિલિવરી થઈ હોવાથી એનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાય એવી શકયતા છે.

એમજેને ફકત ૯ નિપલ છે અને પપી ૧૪ છે એથી દર બે કલાકે બચ્ચાંને ફીડ કરાવવાની જવાબદારી જેન હાઇન અને તેની ટીમની રહે છે. ટિયાનાં બધાં જ ૨૧ પપી જીવતાં હતાં, જયારે એમજેનાં પપી મૃત જન્મ્યાં હતાં અને એક પપી ૨૦ નવેમ્બરે જન્મ પછી તરત જ મરી ગયું હતું. બાકી બચેલાં ૧૪ પપીને ચોકલેટ બાર પરથી નામ આપવામાં આવ્યાં છે. પપીની સંભાળ રાખી શકાય એ માટે જેન હાઇન પપી માટે દ્યરે જ તૈયાર કરેલા એમજે અને તેનાં ૧૪ પપી સમાઈ શકે એટલા મોટા દ્યોડિયાની બાજુમાં રસોડામાં જ સૂઈ જાય છે.

મોટા ભાગના પપીને દત્ત્।ક આપવામાં આવશે. બે પપી તો થોડા સમયમાં જ યોર્કશરમાં રોથરહોમના એક પરિવાર પાસે જશે. બીજી વખતની ડિલિવરીમાં આના કરતાં વધુ સંખ્યામાં પપીને જન્મ આપવાની શકયતા હોવાનું જાણ્યા બાદ જેન હાઇને એમજેનું આઙ્ખપરેશન કરાવી દીધું છે.

(3:43 pm IST)