Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ઑફિસ વર્ક કે પછી પાર્ટી માથી ઘરે એકલા કેબ બુક કરીને જઈ રહ્યા છો ? તો રાખો આ વાતોની સાવધાની

તમે મોડી રાત્રે તમારા કામ કે ઑફીસ વર્ક કે પછી પાર્ટી માટે તમારા મિત્રો સાથે મોડી રાત્રે એકલા કેબ બુક કરીને આવી રહ્યા છો ? જો હા, તો તમે કોઈ પણ પ્રસિદ્ઘ કંપનીની ટેકસી બુક કરી રહી છો તો પણ તમારે  સાવધાન રહેવાની જરૂર છે. આવો જાણીએ તે સાવધાનીઓ જે સુરક્ષાની દ્રષ્ટિથી બધાને કેબ બુક કરાવતા પહેલા રાખવી જોઈએ.

૧. સૌથી પહેલા તો કોશિશ કરવી કે મોડી રાત્રે પાર્ટી કે બીજી કોઈ જગ્યાથી પરત આવતા તમારા પરિવાર કે ઓળખીતા લોકો સાથે જ આવું, કોઈ અજાણ સાથે ન આવવું.

૨. કેબ બુક કરતા સમયે તમારા જ મોબાઈલથી કેબ બુક કરવી અને રસ્તાથી કોઈ પણ કેબમાં વગર બુકિંગ ન બેસવું. ભલે તેમાં કંપનીના લોગો લાગ્યા હોય તો પણ કારણ કે જરૂરી નથી કે તે લોકો હમેશા સાચા હોય.

૩. પહેલાથીજ બુકિંગ કરેલા કેબમાં જો ઘણા લોકો બેસ્યા હોય એવી કેબમાં પણ ન બેસવું, જરૂરી નથી કે તે સાચા મુસાફર હોય, તે કોઈ ગેંગ પણ હોઈ શકે છે.

૪. જ્યારે તમે બુકિંગ કરીને કેબમાં બેસો છો તો મોબાઈલ પર ડ્રાઈવરની જાણકારી આવી જાય છે, જે તમે કોઈ પરિચિતને મોકલી શકો છો. વગર બુકિંગ કેબમાં બેસશો તો તમારી પાસે ડ્રાઈવરની કોઈ પણ જાણકારી નથી હોતી. જેથી કોઈ પણ ઘટના થતા કંપની તમારી સુરક્ષાની જવાબદારી નથી લેતી.

૫. વગર બુકિંગ કેબને કંપનીના એપ પર ટ્રેક નહી કરી શકાય. જો ડ્રાઈવર કેબને એપથી ડિસ્કનેકટ કરીએ તો પછી કેબ સામાન્ય ટેકસીની જેમ થઈ જાય છે.

૬. કેબમાં બુકિંગ કરીને બેસ્યા પછી શકય હોય તો જીપીએસથી કોઈથી પણ તમારી લોકેશન પણ શેયર કરી શકો છો.

 

(10:04 am IST)