Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

પરમાણુ ક્ષમતાવાળી મિસાઈલ નિર્માણની કોઈ યોજના નથી: ઈરાન

નવી દિલ્હી: ઈરાનનું કહેવું છે કે તેને પરમાણુ હથિયારને લઈને લઇ જવાથી સક્ષમ મિસાઈલનું નિર્માણ કરવાની હજુ સુધી કોઈ યોજના બનાવી નથી અને તે એવું કરવાના પણ નથી.ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા બહેરામ કાઝમીએ જણાવ્યું હતું કે ઈરાનની પારદર્શી મિસાઈલ તેમજ રક્ષા નીતિઓમાં પરમાણુ હથિયાને લઇ જવા માટે સક્ષમ મિસાઈલના ડિઝાઈનની હજુ સુધી કોઈ યોજના બનાવવામાં આવી નથી અને ભવિષ્યમાં તેવું બનવાનું પણ નથી તેવો સ્પષ્ટ પણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

(6:13 pm IST)
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. માર્ચ 2019ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં સાત માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે. access_time 5:59 pm IST

  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST

  • અમદાવાદ: આસારામ સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં સાક્ષીઓના નિવેદનના મુદ્દાને લઈને હાઇકોર્ટમાં થઇ અરજી:વિરોધાભાસી નિવેદનો કોર્ટને બતાવવા અંગે આરોપી તરફથી થયેલી રજૂઆતને ટ્રાયલ કોર્ટે ફગાવતા હાઇકોર્ટમાં થઇ અરજી:હાઈકોર્ટે તપાસ સંસ્થા અને અન્ય પક્ષકારોને ઇશ્યુ કરી નોટિસ:સરકારે જવાબ રજૂ કરવા માટે માંગ્યો સમય: ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે સુનવણી access_time 2:40 pm IST