Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

પીઠની ત્વચામાં હુક ભરાવીને લટકવામાં આ બહેનને બહુ આનંદ આવે છે

ટોરન્ટો તા.૬: કેટલાક લોકોને અતિશય પીડાદાયક અનુભવ વખતે ખૂબ આનંદ અનુભવાતો હોય છે. કેનેડાના ઓન્ટારિયોમાં આવેલા કાકબેકા ફોલ્સ ટાઉનમાં રહેતી કેલ્સી શેફર નામની યુવતીને પણ આવી પીડનવૃતિમાં આનંદ અનુભવવાની આદત છે. શરૂઆતમાં તે પોતાના શરીરને પીડા આપવા માટે ટેટુ ચીતરાવતી હતી. છૂંદણા છૂંદાઇ રહ્યાં હોય એ વખતે થતી પીડાથી તેને ખૂબ જ આનંદ આવતો. જો કે હમાણાંથી તેને પિઅસિંર્ગ કરાવવાની મજા આવી રહી છે.તેના શરીરમાં ૧૪ બોડી-પિઅર્સિંગ કરેલાં છે. પીઠ પરની ત્વચા પર કાણાં પાડીને તેણે એમાં મેટલના હુકસ ભરાવ્યાં છે. આ હુકમાં દોરડું ભરાવીને તે જમીનથી ઊંચે લટકે છે. ૨૮ વર્ષની આ યુવતીને પોતાની ચામડીમાં પાડેલાં કાણાં દ્વારા લટકતી વખતે થતી પીડામાં પણ અવર્ણનીય આનંદ આવે છે. તેનું કહેવું છે કે આ પીડામાં તેને ખુબ જ એકસાઇમેન્ટ બોડીમાં અનુભવાતું હોવાથી તે અવારનવાર બોડીમાં ભરાવેલા હુકથી શરીરને જયાં-ત્યાં ટીંગાડીને આનંદ માણે છે.(૧.૨૧)

(4:09 pm IST)
  • અગસ્તા વેસ્ટલેન્ડ: અજીત ડોભાલ અને CBIના નવા ચીફ અે આપ્યો ‘‘ઓપરેશન મિશેલ’’ ને અંજામ : CBIના બે અધિકારી રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે અદાલતી લડાઇ : સીબીઆઇ મિશેલને પટિયાલ હાઉસ કોર્ટમાં રજૂ કરશે : સીબીઆઇ જોઇન્ટ ડાયરેકટ સાંઇ મનોહરનું નેતૃત્વ-ટીમઅે દુબઇમાં રહી મિશન પુરૂ કર્યુ : સુષ્મા સ્વરાજે કૌસુલર પ્રત્યાર્પણ મામલે વાત કરી : સુષ્મા દુબઇમાં છે: ભારત-UAE જોઇન્ટ કમિશનની બેઠકમાં ભાગ લેશે : ૩૬૦૦ કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં રાજનીતિક નેતૃત્વ પર સવાલ access_time 12:30 am IST

  • પ્રકાશ જાવડેકરની આગાહી :કર્ણાટકમાં ગબડી શકે છે સરકાર :જાવડેકરે દાવો કર્યો કે જેડીએસ અને કોંગ્રેસ વચ્ચેનું અશુભ ગઠબંધન તૂટશે :બંને પક્ષો તકવાદી રાજનીતિ કરે છે તેવો આરોપ લાગવી જાવડેકરે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે આંતરિક કલહને કારણે કંટક સરકારનું પતન થશે તેમ કહ્યું હતું : જાવડેકરે એમ પણ કહ્યું કે જો કોઈ યોગ્ય વિચાર સાથે ભાજપ પાસે પોતાનું દર્દ લઈને આવે ત તેનું સ્વાગત છે access_time 1:19 am IST

  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST