Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

જો તમે પણ બરફનું સેવન કરો છો, તો આ જરૂર વાંચજો

જો તમને પણ બરફ ચાવવાની આદત છે, તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક હોઈ શકે છે. એક અભ્યાસ પરથી જાણવા મળ્યુ કે બરફનું સેવન અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું મુખ્ય કારણ બની શકે છે. તો જાણો બરફ ખાવાથી સ્વાસ્થ્યને થતા નુકશાન વિશે.

દાંતની પરત ખરાબ થાય : ઘણા લોકોને બરફનો ટુકડો મોઢામાં નાખીને ચાવવો ખૂબ જ ગમતો હોય છે. બરફ ખાવાથી તમારા દાંતની પરત તૂટી શકે છે. જેનાથી દાંતના મૂળને ગંભીર નુકશાન થઈ શકે છે.

પેઢાને નુકશાન : બરફનો ટુકડો ખાવાથી તમારા પેઢાને નુકશાન પહોંચી શકે છે અને તેના પરીણામરૂપે અનેક સમસ્યાઓ થઈ શકે છે.

એનીમિયાનું કારણ : સ્વાસ્થ્યના નિષ્ણાંતો અનુસાર, ચાવવાની વસ્તુ કે જેમાં પોષકતત્વ ન હોય, તે એનીમિયાનો સંકેત છે. એનીમિયા અને બરફ ખાવા વચ્ચે ચોક્કસ સંબંધ તો નથી. પરંતુ, એક અભ્યાસ પરથી જાણવા મળેલ કે બરફ અને અન્ય પોષકતત્વ વગરના પદાર્થ ખાવાથી લોકો સુસ્તી અથવા થાક મહેસુસ કરે છે. તે એનીમિયાનું જ એક ગંભીર લક્ષણ છે.

(12:17 pm IST)