Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વાળમાં લાંબા સમય સુધી ટકી રહેશે કલર

આજના સમયમાં બધાં વ્યકિત સ્ટાઇલીસ દેખાવા માટે માત્ર પોતાના કપડા પર જ નહી, પરંતુ વાળ ઉપર પણ કેટલાય એકસપેરીમેન્ટ કરતા રહે છે. તેમાંથી જ એક છે વાળ પર કલર કરવો. લોકો વાળ તો કલર કરી લે છે. પરંતુ, તે લાંબા સમય સુધી ટકતા નથી અને ત્યારબાદ વાળ અજીબ જ દેખાય છે. જે સારા લાગતા નથી. જો તમારી સાથે પણ કંઈક આવુ થયુ છે તો આ ઉપાય દ્વારા તમે વાળને કલર કરી લાંબા સમય સુધી સ્ટે કરાવી શકો છો.

હેર કલર કર્યા બાદ ૩ દિવસ સુધી શેમ્પુ ન કરવુ જોઈએ. તેનાથી હેર કયુટીકલને કલરને લોક કરવાનો પૂરો સમય મળે છેે. તેથી કલર વાળ ઉપર લાંબા સમય સુધી ટકી રહે છે.

જ્યારે વાળમાં કલર લગાવો તો નોર્મલ શેમ્પુના બદલે સલ્ફેટ ફ્રી શેમ્પુ ખરીદવુ. જે ખાસ કલર્ડ વાળ માટે બનાવવામાં આવ્યું હોય.

તમને જાણીને નવાઈ લાગશે. પરંતુ, ફિલ્ટર્ડ પાણી પણ વાળના કલરને લાંબા સમય સુધી બનાવી રાખે છે. નળમાં આવતા પાણીમાં કલોરીન અને કેમિકલ્સ હોય છે. જો તે વાળ સુધી નહિં પહોંચે તો તમારા વાળનો કલર લાંબા સમય સુધી ચાલશે.

(12:17 pm IST)