Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

મૃત મહિલાએ આપ્યો બાળકીને જન્મ!

દુનિયાની પહેલી અનોખી ઘટના

લંડન તા. ૬ : ગર્ભાશય વગરની એક ૩૨ વર્ષની બ્રાઝિલ મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો છે. લેસેન્ટ મેગેઝિનમાં મંગળવારે છપાયેલા સમાચારે પૂરી દુનિયામાં આશ્ચર્ય ઉભુ કર્યું. આના પાછળનું કારણ છે આ મહિલાના શરીરમાં એક મૃત મહિલાના ગર્ભાશયનું ટ્રાંસપ્લાન્ટ કરવાનું.

પહેલી વખત કોઈ મૃત મહિલાનું ગર્ભાશય બીજી કોઈ મહિલાના શરીરમાં લગાવવામાં આવ્યું. મેડિકલ સાયન્સમાં આને ઐતિહાસિક ઘટના તરીકે જોવામાં આવી રહી છે, જે દુનિયાભરમાં ગર્ભાશય વગર જીવી રહેલી મહિલાઓ માટે વરદાન સાબિત થઈ શકે છે. આ પહેલા પણ ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટના ૧૧ કેસ સફળ થયા છે, પરંતુ મૃત મહિલાના શરીરમાંથી ગર્ભાશય લઈ બાળકના જન્મ સુધીની સફળતા પહેલી વખત જોવા મળી છે. બાળકી હાલમાં એક વર્ષની થઈ ચુકી છે, એને એકદમ સ્વસ્થ્ય છે.

મેડિકલ જર્નલ લેસેન્ટમાં ૪ ડિસેમ્બરે આવેલી જાણકારી અનુસાર, ડોકટરોએ ૪૫ વર્ષીય એક મહિલાના ગર્ભાશયને નીકાળ્યું. આ મૃત મહિલાને પહેલા ત્રણ બાળક છે, જે સામાન્ય ડિલેવરીથી થયા છે. લગભગ સાડા૧૦ કલાક ચાલેલા ઓપરેશનમાં સાવધાનીથી મૃતક મહિલાનું ગર્ભાશય નિકાળવામાં આવ્યું અને પછી એક અલગ સર્જરીમાં ૩૨ વર્ષની મહિલાના શરીરમાં આ ગર્ભાશયનું ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવ્યું. આ મહિલાને ગર્ભાશય ન હતું, પરંતુ અણ્ડાશય હતું એટલે કે આઈવીએફ દ્વારા બાળક પેદા કરી શકાય તેમ હતું. આ એક પ્રકારનો પ્રયોગ હતો, જેના પર સરકારી પૈસા લગાવવામાં આવ્યા હતા.

સર્જરી સપ્ટેમ્બર ૨૦૧૬માં થઈ, જેના મહિના બાદ મહિલાને પહેલી વખત પીરિયડ્સ આવ્યું. ગર્ભાશય ટ્રાંસપ્લાન્ટ કર્યાના ૭ મહિના બાદ મહિલાનું આઈવીએપ ટ્રીટમેન્ટ કરવામાં આવ્યું, જેમાં તૂરંત તે પ્રેગનન્ટ થઈ ગઈ. પ્રેગનન્સી દરમ્યાન સળંગ મહિલાને બીજી દવાઓની સાથે-સાથે ઈમ્યૂનોસપ્રેસિવ દવાઓ આપવામાં આવી, જેથી મહિલાનું શરીર ગર્ભાશયને ફોરેન પાર્ટીકલ માનીને રીએકટ ના કરે. ડોકટરોની દેખરેખમાં લગભગ ૩૫ અઠવાડીયા બાદ એક સ્વસ્થ્ય બાળકીનો જન્મ થયો. જન્મના તુરંત બાદ જ ગર્ભાશય હટાવી લેવામાં આવ્યું. કારણ કે, મહિલાને સળંગ ઈમ્યૂનોસપ્રેસિવ રાખવી ખુબ મોંઘુ સાબિત થાય અને આ મહિલાના સ્વાસ્થ્ય માટે પણ સારૂ ન રહે.

(9:55 am IST)
  • અમદાવાદ: આસારામ સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં સાક્ષીઓના નિવેદનના મુદ્દાને લઈને હાઇકોર્ટમાં થઇ અરજી:વિરોધાભાસી નિવેદનો કોર્ટને બતાવવા અંગે આરોપી તરફથી થયેલી રજૂઆતને ટ્રાયલ કોર્ટે ફગાવતા હાઇકોર્ટમાં થઇ અરજી:હાઈકોર્ટે તપાસ સંસ્થા અને અન્ય પક્ષકારોને ઇશ્યુ કરી નોટિસ:સરકારે જવાબ રજૂ કરવા માટે માંગ્યો સમય: ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે સુનવણી access_time 2:40 pm IST

  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST

  • ફોબર્સની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં ચાર ભારતીય :ટેલર સ્વીફ્ટ સૌથી યુવા અને રાણી એલિઝાબેથ સૌથી વૃદ્ધ મહિલા : ટોચના સ્થાને જર્મનીની ચાન્સલર એંજલા મર્કલ યથાવત : 51માં ક્રમે રોશની નાદર મલ્હોત્રા,ત્યારબાદ કિરણ મજમુદાર 60માં સ્થાને :88માં ક્રમે શોભના ભરતીયા :અને પ્રિયંકા ચોપડાનું 94માં સ્થાને access_time 1:25 am IST