Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઊંધા માથે ૮ સેકન્ડમાં ૧૬૪ ફુટ સ્કેટિંગનો રેકોર્ડ

પગમાં ઇનલાઇન સ્કેટ્સ પહેરીને લાંબુ સ્કેટિંગ કરવાનું તો સહજ છે, પરંતુ જર્મન એથ્લીટ મિર્કો હેન્સને હાથમાં સ્કેટ્સ પહેરીને સૌથી ઝડપી સ્કેટિંગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ તાજેતરમાં બનાવ્યો છે. એક ટીવી-શોના ભાગરૂપે મિર્કોએ આ સ્ટન્ટ પફોર્મ કર્યો હતો જે રેકોર્ડબ્રેક બન્યો હતો. મિર્કોએ હેન્ડ-સ્કેટિંગ શીખવાનું માત્ર ચાર વર્ષ પહેલાં જ શરૂ કર્યું હતું. જો કે તેણે ઊંધા માથે સ્થિર ઊભા રહીને લાંબુ અંતર કાપવાની પ્રેકિટસ થોડાક મહિનાઓ પહેલાં જ શરૂ કરી હતી. હેન્ડસ્ટેન્ડ કરીને બેલેન્સ જાળવવું અને સાથે સ્પીડમાં હેન્ડ-સ્કેટિંગ કરવું એ બે સ્કિલ્સ કેળવતાં તેને બહુ વાર ન લાગી. તાજેતરમાં તેણે આઠ સેકન્ડમાં ૧૬૪ ફુટ હેન્ડ-સ્કેટિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો જે ૨૦૧૯ની રેકોર્ડબુકમાં સ્થાન પામશે.

(9:54 am IST)