Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

દર ૪માંથી ૧ નર્સ જાડી હોય છેઃ સ્ટ્રેસફુલ જોબને કારણે મોટાપાનું રિસ્ક વધી જાય

લંડન તા. ૬: ઇંગ્લેન્ડમાં અભ્યાસકર્તાઓએ હેલ્થ-સેકટરમાં કામ કરતાં સ્ત્રી-પુરૂષ નર્સનો અભ્યાસ કરીને તારવ્યું છે કે દર ૪ માંથી એક નર્સ જાડી હોય છે. ૪પ વર્ષની વય પછી તો દર બીજી નર્સ જાડી હોય છે. એની પાછળનું કારણ તેમની સ્ટ્રેસફુલ જોબ હોય છે. સતત માંદગલી ધરાવતી વ્યકિત સાથે ડીલ કરવું, દિવસના ૬-૭ કલાક જેટલો સમય સતત ઇમર્જન્સી હેન્ડલ કરવી અને કામના અનિયમિત કલાકોને કારણે હેલ્થ-સેકટરમાં સહાય કરતા લોકો લાંબા ગાળે મેદસ્વી થઇ જાય છે.

ઇંગ્લેન્ડની લંડન સાઉથ બેન્ક યુનિવર્સિટી અને સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના નિષ્ણાતોનું કહેવું છે કે હમેલ્થ-કેર સેકટરમાં કામ કરતા તેમજ સતત સ્ટ્રેસફુલ વાતાવરણમાં રહેતા લોકો એકથી બે દાયકાના ગાળામાં મેદસ્વી થઇ જાય એવી સંભાવના લગભગ ૩૮ ટકા જેટલી વધુ હોય છે.

(4:05 pm IST)