Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

પુરૂષોને વારંવાર નીચું દેખાડયા કરતી મહિલાઓ પર ફેસબુક ટેમ્પરરી પ્રતિબંધ મૂકી દઇ શકે છે

નવી દિલ્હી તા. ૬: મોટા ભાગે જયારે સ્ત્રીઓ પોતાના જીવનથી ત્રાસેલી હોય ત્યારે તે પોતાનું ફ્રસ્ટ્રેશન સોશ્યલ મીડિયા પર કાઢતી હોય છે. સ્ત્રીઓ ગુસ્સામાં હોય ત્યારે પુરૂષો વિશે ઘસાતું લખે છે, જનરલ પુરૂષ જાતિને વખોડે છે, કયારેક પોતાની ધૃણા વ્યકત કરવા માટે હલકા શબ્દોનો ઉપયોગ કરે છે. આવા સંજોગોમાં જો સ્ત્રીઓએ પોસ્ટ કરેલી કમેન્ટ પુરૂષ જાતિને સંબોધીને હોય તો ફેસબુક એવાં અકાઉન્ટને મૂંગા કરી નાંખે છે. એટલીસ્ટ એક વીક માટે જે-તે સ્ત્રીના અકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવે છે. જે સ્ત્રીઓએ ફેસબુક પર-'ઓલ મેન આર અગ્લી' 'મેન આર શીટ્' જેવી કમેન્ટ કરી છે એવાં એકાઉન્ટને થોડા સમય માટે સાઇલન્ટ કરી દીધું હોય એવા કેટલાક કિસ્સા નોંધાયા છે. કેટલીક મહિલાઓએ તો એક મહિનામાં ૧૦ વાર તેમને સાઇલન્ટ કરી દેવામં આવી હોવાનો દાવો કર્યો છે.

(4:03 pm IST)