Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

આ મહિલાનો ૧૦૦થી વધુ મેરીડ પુરૂષો સાથે અફેર કર્યાનો દાવો

લોકોના લગ્ન બચાવવા કરતી આવું કામઃ ડેટીંગ સાઇટ દ્વારા કરતી પરિચય

લંડન તા. ૬ : એક શ્રીમંત વિધવાએ દાવો કર્યો છે કે તેણે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૦૦દ્મક વધુ પરિણીત પુરુષો સાથે અફેર કર્યા છે. તે દાવો કરે છે કે લગ્નમાં ચીટિંગ કરવી ખૂબ જ સારું છે, અને હું તેનું પરફેકટ સોલ્યુશન છું.

લંડનમાં રહેતી ૪૭ વર્ષની ગ્વેનીથ લી એક ફાયનાન્સિયલ કન્સલટન્ટ છે. તે જણાવે છે કે, અફેર કરેલા અડધા ભાગના પુરુષોની પત્નીઓને તેમના અફેર વિશે માલુમ હોવા છતા પણ તે આંખ આડા કાન કરે છે. કારણે કે તેમને સેકસ પ્રત્યેનો ઈન્ટરસ્ટ ખતમ થઈ ગયો હોય છે પણ તેઓ પોતાના પતિને ખુશ જોવા ઈચ્છે છે.

ચેલસીની પૂર્વ મોડલ જણાવે છે, તેને આ અફેર વિશે કોઈ પણ પસ્તાવો નથી. કારણે કે જો પતિને સેકસ માણવા ન મળે તો ઘણા બધા કપલ અલગ થઈ જાય. ડિવોર્સની સ્થિતિમાં સૌથી વધારે અસર પરિવાર પર થાય છે. તે ઉમેરે છે, હું જાણું છું દ્યણા લોકો મારા આ કામની નિંદા કરે છે. પણ મને તેના પ્રત્યે કોઈ દુખ નથી. કારણ કે હું માનું છું કે દ્યણા કપલ્સને સાથે રહેવામાં હું મદદ કરી રહી છું. યુકેમાં રહેનારા મીડલ એજના ઘણા બધા કપલ્સ હાલમાં કોઈને કોઈ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે.

ગ્વેનીથ કહે છે, આ કપલ્સ ૧૦ કે ૧૫ વર્ષથી સાથે રહી રહ્યા છે અને વ્યસ્ત લાઈફ અને કરિયર તા બાળકોની સંભાળ સાથેનું સ્ટ્રેસવાળું જીવન જીવી રહ્યા છે. ઘણી મહિલાઓ માટે તેમના વિકલી રૂટિનના કારણે સેકસની ઈચ્છા ઓછી થઈ જાય છે. જોકે મહિલાઓ પોતાના જીવનનો આનંદ મિત્રો અને બાળકો દ્વારા મેળવી શકે છે. પણ તેના કારણે ઘણા પુરુષો સેકસથી વંચિત રહેવું પડે છે. તેઓ પોતાની પત્નીને છોડવા નથી માંગતા પરંતુ સેકસુઅલ ડિઝાયરને પણ પુર્ણ કરવા ઈચ્છે છે. હું તેમના માટે પરફેકટ સોલ્યુશન છું. અમે સાથે બહાર જઈ શકીએ છીએ અને આનંદ પણ માણી શકીએ છીએ. તેઓ જાણે છે કે હું તેમના દરવાજા પર આવીને તેમની પત્ની સાથે ડીવોર્સની માંગણી નહીં કરું. મારે ફકત થોડો આનંદ અને સેકસ જોઈએ છે. જે દરેક પુરુષની મારી પાસેથી પણ ઈચ્છા હોય છે.

ગ્વેનીથ કહે છે કે તેને ૧૦૦થી વધુ પુરુષો સાથે અફેર છે. કેટલાક વર્ષો સુધી ચાલ્યા છે જયારે કેટલાક અમુક દિવસો સુધી. તે આમાંથી મોટાભાગના પુરુષોને IllicitEncounters.com નામની ડેટિંગ વેબસાઈટ પર મળી હતી. જે પરણેલા લોકો માટે સ્પેશિયલ મેચ શોધી આપે છે. સાઈટ પર આવનારા મોટાભાગના પુરુષો શ્રીમંત બિઝનેસમેન હતા. જેમની એવરેજ ઈન્કમ ૫૨,૦૦૦ યુરો (અંદાજિત ૩.૯૬ કરોડ રૂપિયા) પ્રતિ વર્ષ હતી. ગ્વેનીથે દસ વર્ષ પહેલા આ ડેટિંગ વેબસાઈટ જોઈન કરી હતી. તેના પતિ રોબર્ટનું કેન્સરના કારણે મોત થયું હતું.

(12:52 pm IST)